સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 15th September 2021

જુનાગઢ જિલ્લાના વંથલીમાં ભારે વરસાદના પગલે વંથલી તાલુકાની મુલાકાતે દોડી જતા કલેકટર રચિતરાજ

કોયલી ગામના સરપંચ અને ગ્રામજનો તેમજ કાજ ગામના સ્થળાંતર કરાયેલ રપ પરિવારો પાસેથી પરિસ્થિતિની જાણકારી મેળવી, ઓઝત નદી પર લોકોની અવર-જવર પર પ્રતિબંધ

ગઇકાલે જીલ્લા કલેકટર શ્રી રચિતરાજએ અધિકારીઓની ટીમને સાથે રાખી વંથલી તાલુકાના ગામોની મુલાકાત લીધી હતી. જે તસ્વીરમાં નજરે પડે છે.(તસ્વીર મુકેશ વાધેલા)

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા. ૧પ : છેલ્લા ત્રણેક દિવસથી જુનાગઢ જિલ્લામાં મેઘરાજા મન મુકીને વરસતા સર્વત્ર પાણી પાણી થઇ ગયુ હતુ ત્યારે ભારે વરસાદના પગલે ગઇકાલે જિલ્લા કલેકટર શ્રી રચિતરાજએ જિલ્લા વિકાસ અધિકારી મિરાંત પરીખ મદદનીશ કલેકટરશ્રી અંકિત પન્નુ વંથલીના એસ.ડી. એમ. શ્રી ચૌધરી તેમજ જુનાગઢ ડીઝાસ્ટર મામલતદાર તન્વીબેન ત્રિવેદી સહિતની ટીમને સાથે રાખી વંથલી તાલુકાની મુલાકાત લીધી હતી.

જેમાં કોયલી ગામે સરપંચ અને ગ્રામજનોને મળી કલેકટરશ્રી રચિતરાજએ પરિસ્થિતિની જાણકારી મેળવી અને વાતચીત કરી હતી. જેમાં ગ્રામજનોએ એ જણાવેલ કે અમારે કોઇ પ્રશ્ન મુદો નથી અહીં પાણી આવે છે અને વરસાદ રોકાય ત્યાર તેની રીતે ઘટતુ જાય છે.

કોઇપણ નુકશાન થયેલ નથી તેમજ કોયલીમાં વિજ પુરવઠો ભયમીત કાર્યરત જણાયો અને રોડ રસ્તા પણ બરોબર જોડાયેલ છે તેમજ અલગ અલગ સ્થળોએ નાનીનાની જગ્યાએ પાણી ભરાયા હતા જે વરસાદ બંધ રહેતા ઓસરી ગયા હતા.

શ્રી રચિતરાજએ વંથલી ખાતે ઓઝત નદીની પણ મુલાકાત લઇ અને ખાતરી કરી હતી કે કાંઇ મુશ્કેલી જેવુ નથી ને તેમજ લોકોની અવર જવર પર પ્રતિબંધ મુકવા માટે પ્રતિબંધીત આદેશો જારી કરવામાં આવ્યા હતા. અને સ્થાનિક અધિકારીઓને લોકોની ભીડ ન થાય તેની તકેદારી રાખવા સુચનાઓ આપી હતી તેમજ વંથલી તાલુકાના કામ ગામની મુલાકાત લઇ તેઓ સ્થળાંતર કરાયેલ રપ પરિવારોન મળ્યા હતા અને તેમની સારી રીતે લેવામાં આવતી કાળજી રહેવા જમવાની પાણીની તેમની સમસ્યા કાયમી છે. તેથી કલેકટરશ્રી રચિતરાજએ કાયમી રીતે કોઇપણ યોજના હેઠળ તેમને જમીન શોધીને આપીને તેનો કાઇમી ઉકેલ શોધવા જણાવ્યું હતું. તેમજ ખેતીની જમીન અને પાકને કોઇનુકશાન થાય ન હોવાનું ખેડુતોએ જણાવ્યું હતું.

(4:00 pm IST)