સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 15th September 2021

રીફન્ડ કરવાનું જણાવી ૪ શખ્સોની જુનાગઢના યુવાન સાથે છેતરપીંડી

જુનાગઢ, તા., ૧પઃ રીફન્ડ કરવાનું જણાવી ૪ શખ્સોએ જુનાગઢના યુવાન સાથે રૂ. ૭૦ હજારની છેતરપીંડી આચરી હોવાની પોલીસ ફરીયાદ થઇ છે.

આ અંગેની વિગતો એવી છે કે જુનાગઢમાં કોર્ટ પાછળ આવેલ કોળીવાડામાં રહેતા આબીદ અલી મહમદ અલી કાદરી (ઉ.વ.૪પ)ના મોબાઇલ ફોન પર ૭૪૦૭૬ ૩૬૪૫૬ નંબરના મોબાઇલ ફોન ધારકે સંપર્ક કરી જીએસઆરટીસીના કસ્ટમર કેરના કર્મચારી તરીકે પોતાની ઓળખ આપી હતી.

બાદમાં આ ઇસમે આબીદ અલીને  ટીકીટના પૈસા રીફન્ડ કરવાનું જણાવી એનીડેસ્કનામની એપ્લીકેશન ડાઉનલોડ કરાવી હતી.

આ પછી આબીદ અલીના બેંક ખાતામાંથી અલગ-અલગ રીતે રૂ. ૭૦ હજાર ઉપાડી લેવામાં આવ્યા હતા.

આ અંગે જુનાગઢના તજમુલ કરમુલમીવાન અન્સારી, સિકંદર અસરફ અન્સારી, આરીફ રાજા, આમૌન અન્સારી અને સરફરાજ ભાજુમીયા અન્સારી સામે ફરીયાદ થતા એ ડીવીઝન પોલીસે કલમ ૪૧૭, ૪ર૦ અને આઇટી એકટની કલમ ૬૬ (ડી) મુજબ ગુનો નોંધીને ધોરણસરની કાર્યવાહી કરી હતી. વિશેષ તપાસ પીઆઇ એમ.એમ.વાઢેર ચલાવી રહયા છે.

(1:31 pm IST)