સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 15th September 2021

જાફરાબાદમાં ગાંજા સાથે ઝડપાયો

રાજુલા : જાફરાબાદ સરકારી હોસ્પીટલ સામે આવેલ નેસડી મહોલ્લા રહેતા સમીમભાઇ રહેમાનભાઇ મન્સુરી, પોતાના કબ્જા ભોગવટા રહેણાંક મકાને ગેરકાયદેસર માદક પદાર્થ ગાંજો રાખેલ છે જે અનુસંધાને સદરહુ જગ્યાએ રેઇડ કરી ઝડપી પાડવામાં સફળતા મળેલ છે. ભેજવાળો ગાંજો ૧ કિલો રપ૦ ગ્રામ કિ. રૂ. ૧ર,પ૦૦ તથા ગાંજાનું વજન કરવા માટેનું એક ઇલેકટ્રીક ડીઝીટલ વજન કાંટો કિ. રૂ. ૭૦૦ તથા બે મોબાઇલ ફોન કિ. રૂ. ૧૦,પ૦૦ તથા ગાંજો ભરેલ પ્લાસ્ટકની કાળા કલરના જબલા થેલી કિ. રૂ. મળી કુલ કિ. રૂ. ર૩,૭૦૦ ના મુદામાલ સાથે એક ઇસમને ઝડપી પાડવામાં આવેલ છે. મજકુર ઇસમને વધુ તપાસ અર્થે જાફરાબાદ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપવામાં આવેલ છે. આમ, અમરેલી પોલીસ અધિક્ષક શ્રી નિર્લિપ્ત રાય સુચના હેઠળ પોલીસ ઇન્સ. એચ. બી. ચૌધરી, જાફરાબાદ મરીન પો. સ્ટે. તથા એસ. ઓ. જી. પો. સ. ઇ., એમ. એ. મોરી તથા એસ. ઓ. જી. ટીમ દ્વારા એક ઇસમને ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડવામાં સફળતા મળેલ છે.

(1:17 pm IST)