સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 15th September 2021

ચોરાઉ સ્પલેન્ડર સાથે દુધરેજ નર્મદા કેનાલ પાસેથી બે ઇસમો ઝડપાયા

વઢવાણ,તા. ૧૫: પોલીસ અધિક્ષકશ્રી મહેન્દ્ર બગડીયાએ જીલ્લામાં થતી ધરફોડ ચોરીઓ તથા વાહન ચોરીઓ અટકાવવા તથા ચોર મુદામાલ શોધી ગુન્હાઓ ડીટેકટ કરવા માટે એકશન પ્લાન તૈયાર કરી, કાર્યવાહી કરવા એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેકટર એમ.ડી.ચૌધરીને સુચના કરેલ, જે અન્વયે પોલીસ ઇન્સ.એમ ડી ચૌધરીએ એલ.સી.બી. ટીમને સુરેન્દ્રનગર જીલ્લામાંથી અગાઉ ચોરીમાં પકડાયેલ ઇસમોની હાલની પ્રવૃતિ અંગે માહિતી મેળવી, વાહન ચોરીના ગુન્હાઓ ડીટેકટ કરી ચોર મુદામાલ શોધી કાઢવા અંગે માર્ગદર્શન આપેલ, જે અંગે એલ.સી.બી. ટીમ દ્વારા પેટ્રોલીંગ હાથ ધરી બાતમી મેળવેલ કે, (૧) જીનેશભાઇ નવિનભાઇ પનારા રહે-જવાહરચોક સર્વોદય શોરૂમની બાજુમાં તથા (૨) શનિભાઇ દીલીપભાઇ વાજણીયા રહે-રતનપર આધારમોલ પાસે સરગમ હોટલની પાછળની સાઇડ સુરેન્દ્રનગરવાળાઓ ચોરી કે છળકપટથી મેળવેલ એક સીલ્વર કલરનુના સિલ્વર વાદળી પટ્ટા વાળુ હીરો કંપની સ્પ્લેન્ડર પ્લસ મો.સા. લઇને દુધરેજ પાસે આવેલ નર્મદા કેનાલ પાસેથી રોડ પર નીકળનાર છે કેનાલ પાસે રોડ ગુપ્તન વોચ તપાસ કરી મજકુર અને ઇસમો (૧) જીનેશભાઇ ચુ.કોળી ઉવ-ર૬ ધંધો- રીક્ષા ડ્રાઇવીંગ તથા (૨) શનિભાઇ ચુ.કોળી ઉવ-૧૯ ધંધો-મજુરી શોધી પકડી પુછપરછ કરતા પાંચેક દિવસ પહેલા જેલચોક પાસે નુતન ઇલેકટ્રોનીક પાસેથી સદર મો.સા.ની ચોરી કરેલાનુ કબુલાત આપતા સીટી એ.ડીવીઝન પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧૨૧૧૦૫૭૨૧૧૫૭૬/૨૦૨૧ આઇ.પી.સી કલમ ૩૭૯ મુજબનના ગુન્હા કામે ચોરીમાં ગયેલ હોય જેથી મો.સા.ની કિ.રૂ,૨૫,૦૦૦/- ગણી સી.આર.પી.સી. કલમ ૧૦૨ મુજબ કબજે કરી પો.સ્ટે.ને સોપી આપેલ છે.

એલ.સી.બી. ટીમ સુરેન્દ્રનગરના પો.સબ.ઇન્સ. વી.આર.જાડેજા એ.એસ.આઇ. નિકુલસિંહ ભુપતસિંહ ઝાલા તથા પો કોન્સ અજયસિંહ વિજયસિંહ તથા નિર્મળસિંહ મંગળસિંહ તથા જયસિહ ઘનશ્યામસિંહએ રીતેની ટીમ દ્વારા ઉપરોકત ચોર-મુદ્દામાલ શોધી કાઢી ચોરીના એક મોટર સાયકલ પકડી વાહન ચોરીનો ભેદ ઉકેલેલ છે.

(1:14 pm IST)