સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 15th September 2021

મર્કન્ટાઈલ બેન્ક વેરાવળની પ૦મી વર્ચ્યુઅલ વાર્ષિક સભા સંપન્ન

વેરાવળ મર્કન્ટાઇલ બેંક દ્વારા વાર્ષિક સાધારણ સભા યોજાયેલ તેની તસ્વીર.(દિપક કક્કડઃ વેરાવળ)

વેરાવળ, તા.૧૪: સૌરાષ્ટ્રની નાગરિક સહકારી બેન્કોમાં અગ્રસ્થાને રહેલ ધી વેરાવળ મર્કન્ટાઈલકો–ઓપરેટીવ બેન્ક લી., વેરાવળની પ૦મી વર્ચ્યુઅલ  વાર્ષિક સાધારણ સભા ચેરમેન નવીનભાઈ એચ. શાહના પ્રમુખ સ્થાને યોજવામાં આવેલ. જેમાં મેનેજિંગ ડીરેકટર ડો. કુમુદચંદ્ર એ.ફીચડીયા, જોઈન્ટ મેનેજિંગ ડીરેકટર ભાવનાબેન એ. શાહ તથા બેન્કના ડીરેકટરઓ ઉપસ્થિત રહેલ.

બેન્કના જોઈન્ટ મેનેજિંગ ડીરેકટર ભાવનાબેન એ. શાહ ર્ેારા સભામાં વર્ચ્યુઅલી જોડાયેલા સર્વેનું સ્વાગત કરવામાં આવેલ. સભાને સંબોધીત કરતાં મેનેજિંગ ડીરેકટર ડો. કુમુદચંદ્ર એ. ફીચડીયાએ જણાવેલ કે, બેન્કે સતત બદલાતા આર્થિક પ્રવાહો અને બેન્કીંગ ક્ષેત્રનાસુધારાઓ વચ્ચે સંતુલન જાળવીને અવિરત પ્રગતિ, સ્થિરતા અને સલામતીની પરંપરા નિભાવી,યશસ્વીકામગીરીના પ૦ વર્ષ પૂર્ણ કર્યા છે. બેન્ક આજે ૧૧ શાખાઓ, ર૬ હજાર સભાસદો, ૧ લાખ થી વધુ ગ્રાહકોનો વિશાળ પરીવાર ધરાવે છે બેન્કે રૂ.૬પ૦ કરોડની ડીપોઝીટ, રૂ.૩પ૦ કરોડના ધીરાણ થકી રૂ.૧૦૦૦ કરોડના કુલ બિઝનેસનો લક્ષ્યાંક હાંસલ કરેલ છે. બેન્કના રીઝર્વ રૂ.૬પ કરોડને  આંબ્યા છે તેઓએ બેન્કે પાંચ દાયકા દરમ્યાન સહુના સહીયારા પ્રયાસથી તમામ ક્ષેત્રે સર્વાંગી વિકાસ સાધેલ છે તેનો યશ સર્વે સભાસદો, થાપણદારો, ગ્રાહકો, શુભેચ્છકો,બેન્કના કર્મચારી ગણ, પૂર્વ ડીરેકટરઓ,સર્વે શાખાસલાહકાર કમીટી તથા બોર્ડ ઓફ મેનેજમેન્ટના સભ્યઓ અને સમગ્ર બોર્ડ ઓફ ડીરેકટર્સને આપેલ.

અંતમાં, ડીરેકટર જીતેન્દ્રકુમાર એ. હેમાણીએ આજની સભામાં વિડીયો કોન્ફરન્સથી ઓનલાઈન જોડાયેલ સર્વે સભાસદઓનો તેમજ વર્ચ્યુઅલ સભા ના આયોજનમાં સહયોગ આપનાર દકમીની ટેકનીકલટીમનો આભાર વ્યકતકરેલ હતો. સમગ્ર સભાનું સુરેખ અને સફળ સંચાલન જીતેન્દ્રભાઈ બી.મહેતા તથા જનરલ મેનેજર અતુલ ડી. શાહ દ્વારા કરવામાં આવેલ.

(11:54 am IST)