સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 15th September 2021

ઉનાઃ વિકાસના નામે મંજૂર કામોમાં તટસ્થ તપાસની માંગણીઃ

 ઉનાઃગીર ગઢડા તાલુકાના સાણાવાકયા ગામે અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના આંબલીયા જામકા ગામ અને જાફરાબાદ તાલુકાના માણસા ગામ ની વચ્ચે મંદિરો અને પ્રાચીન બૌદ્ઘ ગુફાઓ આવેલ છે સાણા ડુંગર અને હિન્દુ ધર્મની આસ્થાનું કેન્દ્ર છે શાણા ડુંગર ગુપ્ત વાસ દરમિયાન પાંડવોએ વસવાટ કરેલ તેવી લોકવાયકા છે સાણા ડુંગર હાલ પુરાતત્વ વિભાગ હસ્તક છે સાણા ડુંગર વિકાસ માટે ભારત સરકારની સુરેશ દર્શન યોજના દ્વારા કરોડો રૂપિયાની રકમ મંજુર કરવામાં આવેલ છે તેમાં વહીવટી તંત્ર દ્વારા ૨૦૧૭માં જાણવામાં આવેલ પરંતુ સરકાર દ્વારા મંજૂર કરવામાં આવેલ કામો થયેલ હોય તેમાં જણાતું નથી બીજી બાજુ માહિતી મુજબ રાજય સરકાર દ્વારા પ્રકાશન વિભાગ દ્વારા સાણા ડુંગર એક દોઢ કિલોમીટર દૂર ખાનગી માલિકીની જગ્યા રામેશ્વર હનુમાનજીના નામે કરોડો રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે અને તેની કામગીરી પૂરજોશમાં રાત દિવસ ચાલુ છે ખાનગી માલિકીની જગ્યા અગાઉ સરકાર દ્વારા સાથળી માં સ્થાનિક તથા બહારના લોકોએ આપવામાં આવેલ હતી ત્યારબાદ સાથણીની મળેલ જમીન માં માલિકોએ આ જમીન ખાનગી સંસ્થાને વેચી દીધેલી આ જગ્યા પાસે રામેશ્વર હનુમાનજીની નાની દેરી આવેલ છે આસ્થા કોઈ પણ પ્રકાર નું મોટું મંદિર આવેલ નથી તેમજ દર વર્ષ દરમિયાન કોઈપણ પ્રકારના મોટા ધાર્મિક પ્રસંગો ઉજવાતા નથી કે મોટી સંખ્યામાં ગામલોકોએ બહારના લોકો પણ આ મંદિરમાં દર્શનનો લાભ લેતા નથી કે જતા નથી સંસ્થા દ્વારા રેકોર્ડ ઉપર ખોટી હકિકત તો મૂકી સરકારશ્રીએ એને ગેરમાર્ગે દોરીને તેના વિકાસ માટે કરોડો રૂપિયા મંજૂર કરવામાં આવ્યા જેથી સાણાવાકયા ગામે વિકાસના નામે મંજુર કરવા આવતા તેની તટસ્થ તપાસ થાય તેવી રજૂઆત સાથે ગ્રામવાસીઓએ ઉના પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું છે. તે તસ્વીર. (તસ્વીરઃ નિરવ ગઢીયા-ઉના) 

(11:52 am IST)