News of Wednesday, 15th September 2021
કમલમ ડ્રેગન ફ્રૂટની ખેતી માટે સહાય આપવાનું શરૂ : કચ્છના વધુ ૧૪૪ ખેડૂતો આ પાક તરફ વળશે
વિદેશ નિકાસ સારી હોવાથી ખેડૂતોને કમલમ દ્વારા સારૂ વળતર મળે છે
કચ્છ : સરકાર દ્વારા ચાલુ વર્ષથી ડ્રેગન ફ્રૂટની ખેતી માટે પણ સહાય આપવાની શરૂઆત થઈ છે. કચ્છના વાતાવરણને અનુકૂળ એવા આ પાકને વધુ મહત્વ આપવા સરકાર દ્વારા સહાય શરૂ કરાઇ છે. વિદેશ નિકાસ સારી હોવાથી ખેડૂતોને કમલમ દ્વારા સારૂ વળતર મળે છે. ત્યારે ૨ હેક્ટર મર્યાદામાં પ્રતિ હેક્ટર રૂ ૧.૨૫ લાખની સહાયથી કચ્છના વધુ ૧૪૪ ખેડૂતો આ પાક તરફ વળશે.
(9:48 pm IST)