સૌરાષ્ટ્ર-કચ્છ
News of Sunday, 15th September 2019

ગોંડલ નાગરીક સહકારી બેન્ક ઉપર ભાજપ નો ભગવો લહારાયો: દેશાઈ ની પેનલે દિગ્ગજો ને હંફાવ્યાં : સાંસદ રમેશભાઈ ધડુક,પુર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા,બેન્ક નાં માજી ચેરમેન અને સહકારી આગેવાન જયંતિભાઇ ઢોલ નો વિજય : પ્રતિસ્પર્ધી પેનલમાં બેન્ક નાં પૂવઁ ચેરમેન યતિશભાઇ દેસાઇ તથાં તેમનાં સાથીદાર ઓમદેવસિંહ જાડેજા વિજયી

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા): ગોંડલ: પ્રતિષ્ઠા નાં જંગ સમી બનેલી ગોંડલ નાગરીક સહકારી બેન્ક ની ચુંટણી નાં પરીણામ જાહેર થતાં ભાજપ પ્રેરીત પેનલ નાં આઠ ઉમેદવારો નો વિજય થવાં પામ્યો છે.સાંસદ રમેશભાઈ ધડુક,પુવઁ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા,બેન્ક નાં માજી ચેરમેન અને સહકારી આગેવાન જયંતિભાઇ ઢોલ નો વિજય થવાં પામ્યો છે.જયારે પ્રતિસ્પર્ધી પેનલમાં બેન્ક નાં પૂવઁ ચેરમેન યતિશભાઇ દેસાઇ તથાં તેમનાં સાથીદાર ઓમદેવસિંહ જાડેજા વિજયી બન્યાં છે.અલબત તેમની પેનલ નાં અન્ય ઉમેદવારો પરાજિત થયાં છે.

ડેલીગેટ પ્રથા નાબુદ થયાં બાદ દશ વર્ષ નાં લાંબા સમય બાદ યોજાયેલ નાગરીક સહકારી બેન્ક ની ચુંટણી ભારે ઉતેજનાત્મક બની હતી.સાંજે સાત કલાકે મતગણતરી હાથ ધરાતાં શરુઆત થી જ બન્ને પેનલો વચ્ચે રસાકસી સર્જાવા પામી હતી.

પાતળી સરસાઇ સાથે ભાજપ પ્રેરીત પેનલ નાં ઉમેદવારો આગળ રહ્યાં હતાં તેમ છતાં ગણતરી નાં અંત માં બે ઉમેદવારો પરાજિત થયાં હતાં.બીજી બાજુ આકરી ફાઇટ આપી ને યતિશભાઇ દેસાઇ તથાં ઓમદેવસિંહ જાડેજા એ પ્રતિષ્ઠાજનક વિજય પ્રાપ્ત કર્યો હતો.

સાંસદ રમેશભાઈ ધડુક 233 તથાં પુવઁ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા 149 મત ની ઠીક કહીં શકાય તેવી લીડ થી વિજય બન્યાં છે.જયારે જેમને કેન્દ્ર માં રાખી ચુંટણી લડાઇ તેવાં ભાજપ નાં જીલ્લા કક્ષા નાં ધુરંધર આગેવાન જયંતિભાઇ ઢોલ માત્ર 99 મત ની પાતળી સરસાઇ સાથે વિજયી બન્યાં છે.

દશ વષઁ નાં અરશા બાદ નાગરીક સહકારી બેન્ક ઉપર ભાજપ નો ભગવો લહેરાયો છે.ફરી બેન્ક નું સુકાન જયંતિભાઇ ઢોલ સંભાળે તેવાં સંજોગો સર્જાયા છે.

મતગણતરી છેક વહેલી સવાર સુધી ચાલી હતી.બન્ને જુથ નાં કાર્યકરો માટે ઉતેજના સભર રાત્રી બનવાં પામી હતી.

નાગરિક બેન્ક ની ચુંટણી માં જયંતિભાઇ ઢોલ તથાં સામાં પક્ષે યતિશભાઇ દેસાઇ માટે અસ્તિત્વ નો સવાલ હતો.અલબત બન્ને આગેવાનોએ જંગ જીતી લઇ અસ્તિત્વ જાળવી રાખવામાં સફળ બન્યાં છે. 

ભાજપ પ્રેરીત પેનલ નાં ઉમેદવારો રમેશભાઈ ધડુક   ને 4360,જયરાજસિંહ જાડેજા 4276,જયંતિભાઇ ઢોલ 4226,ડો.પ્રમોદભાઇ પટેલ 4175,કુરજી ભાઇ વિરડીયા 4127,પ્રહલાદભાઇ પારેખ 4099,શારદાબેન ઢોલ 4080 તથાં દુર્ગાબેન જોશી 4027 મત મળ્યા છે.આ પેનલ નાં કિશોરભાઈ મહેતા અને સુરેશભાઈ ભાલોડી નો પરાજ્ય થયો છે.

સામાં પક્ષે યતિશભાઇ દેસાઇ ને 4127 તથાં ઓમદેવસિંહ જાડેજા ને 4013 મત મળ્યા છે.જયારે તેમની પેનલ નાં પંકજભાઇ રાયચુરા,પંકજભાઇ આસોદરીયા,વલ્લભભાઈ કનેરીયા,ધીરજલાલ ખાતરા,ગૌરાંગભાઇ મહેતા,હનીભાઇ સચદે,બિનાબેન રૈયાણી, તથાં જયશ્રીબેન ભટ્ટી નો પરાજ્ય થયો છે.

કડવા પાટીદાર સમાજની વાડીમાં યોજાયેલ ચુંટણી તથાં મતગણતરી વેળા કોઇ અનિચ્છનીય બનાવ નાં બને તે માટે પી.આઇ.રામાનુજ,પી.એસ.આઇ ઝાલા સહીત પોલીસ કાફલાએ બંદોબસ્ત જાળવ્યો હતો

(8:34 am IST)