જેતપુર શહેરના સ્ટેન્ડ ચોક વિસ્તારમાં કુંભાણી ગર્લ્સ સ્કૂલના વિદ્યાર્થિની પાસે અભદ્ર માંગણી કરનાર શિક્ષકની ધરપકડ
જેતપુરઃ જેતપુર શહેરની મ્યુનીસીપલ કુંભાણી ગર્લ્સ સ્કૂલના એક શિક્ષકે ગુરુ-શિષ્યાના સબંધને કર્યો શર્મશાર સ્કૂલની વિદ્યાર્થિની પાસે બીભત્સ માંગણી કર્યાની જેતપુર સીટી પોલીસમાં ફરીયાદ નોંધાતા પોલીસે આરોપી શિક્ષકની ધરપકડ કરી હતી.
જેતપુર શહેરના સ્ટેન્ડ ચોક વિસ્તારમાં આવેલ નગરપાલીકા સંચાલીત મ્યુનીસીપલ કુંભાણી ગર્લ્સ સ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતો પ્રવીણ નંદાણીયા નામનો શિક્ષક હાઈસ્કૂલ ઉપરાંત પોતાનું ખાનગી ટયુશન કલાસ પણ ચલાવે છે.
જેમાં તેની જ હાઈસ્કૂલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ ઉપરાંત અન્ય સ્કૂલની વિદ્યાર્થીનીઓને પણ અંગ્રેજી વિષય સિવાય અન્ય વિષયોનું ખોડપરા વિસ્તારમાં એક રૂમ ભાડે રાખી ટયુશન આપે છે.
ગર્લ્સ સ્કૂલમાં બારમાં ધોરણમાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થીની પાસે ગતરોજ ટયુશન કલાસીસ આવી ત્યારે શિક્ષક નંદાણીયાએ તેણીનું કીધું કે હું કહું તેમ તું કર તો તને બારમાં ધોરણમાં સારા માર્કસે પાસ કરાવી દઈશ શિક્ષકે અણધાર્યા આવી માંગણી કરતા વિદ્યાર્થીની હેબતાઈ ગઈ અને ટયુશનમાંથી ઘરે આવીને તેણીની માતા પાસે રડવા જ લાગી જેથી તેણીની માતાએ રડવાનું કારણ પુછતાં તેણીએ રડતા રડતા તેણી સાથે ટયુશનમાં બનેલ બનાવ વિશે વાત કરતા તેણીની માતાએ વિદ્યાર્થીનીને સાંત્વના આપી સમગ્ર પરિવારે એકઠા થઇ પોલીસ ફરીયાદ કરવાનો નિર્ણય કર્યો હતો.
લંપટ શિક્ષક પ્રવીણ નંદાણીયા સામે સીટી પોલીસમાં ફરીયાદ નોંધાવતા પોલીસે શિક્ષક વિરુદ્ધ છેડતીની ફરીયાદ નોંધી તેની ધરપકડ કરી હતી.
શિક્ષકને સમાજમાં અનેરું સન્માન મળે છે તેમનો વ્યવસાય ગરીમા પૂર્ણ છે. ત્યારે તેમણે પોતાની ઈમેજ મુજબ ઉમદા વ્યવહાર કરવો જોઈએ પરંતુ કેટલાક શિક્ષકો આ કામને લાંછન લગાડે છે.