News of Saturday, 15th September 2018
તળાજાના ઘાટરવાળા ગામે નિઃસંતાન દંપતી પર જીવલેણ હુમલો
વાડીમાં સૂતાંહતાં ત્યારે અજાણયા બુકાનીધારીઓ મોઢું બાંધી દઈ હુમલો કરી ફરાર :માથા અને પગના ભાગે ગંભીર ઇજા
ભાવનગર તળાજાના ઘાટરવાળા ગામે દંપતી ઉપર જીવલેણ હુમલો કરાયો છે. બન્નેને ગંભીર હાલતમાં ભાવનગરની સર.ટી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે
નિસંતાન દંપતી પર થયેલા હુમલાની જાણ થતા સ્થાનિક ધારાસભ્ય પણ હોસ્પિટલ દોડી આવ્યા હતા. વાડીમાં સૂતા હતા ત્યારે તેમની પર હથિયારો સાથે હુમલો કરાયો હતો. કોઈ અજાણ્યા બુકાનીધારી ઇસમોએ સુતેલા દંપતીનું મોઢું બાંધી દઈ તેમના પર પાઈપ અને અન્ય હથિયારો વડે જીવલેણ હુમલો કર્યો હતો. અને માથા તથા પગના ભાગે ગંભીર ઈજા પહોચાડી નાસી છૂટ્યા હતા.
(10:16 pm IST)