સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 15th September 2018

મીઠાપુરના આરંભડામા હઝરત સૈયદ રૂકનશાહવલી પીરનો ઉર્ષ ઉજવાયો

 મીઠાપુર : દ્વારકા તાલુકાનાં આરંભડા ગામની સીમમાં આવેલ હઝરત સૈયદ રૂકનશાહવલીની દરગાહે દર વર્ષની જેમ આ વર્ષે પણ ત્રણ દિવસનો ઉર્ષનો ભવ્ય કાર્યક્રમ યોજેલ હતો. આ ઉર્ષમાં ગુશલ શરીફ, ચાદર શરીફ, જમલીશ, ચાદર શરીફ, આમન્યાઝ અને કવાલીનો શાનદાર કાર્યક્રમ રાખવામાં આવેલ અને તમામ કાર્યક્રમોમાં ખુબ જ ઉત્સાહ અને ઉમંગથી હિન્દુ-મુસ્લિમ ભાઇ-બહેનોએ લાભ લીધો હતો. ગુજરાત ઉપરાંત ભારતભરની દરગાહો માંથી સેંકડો શ્રધાળુઓ અને રૂકનશાહવલીમીરમાં આસ્થા રાખનાર બિરાદરો આવ્યા હતા. લગભગ ર લાખથી ઉપરનાં શ્રધાળુઓ ત્રણ દિવસમાં ઉર્ષમાં ભાગ લઇને દરગાહમાં દુઆઓ માંગી સલામી અદા કરી હતી. વિવિધ પ્રકારનાં ફુલ-ઝાડથી આચ્છાદિત દરગાહમાં પટાંગણ અને દરગાહને રોશનીથી શણગારવામાં આવેલ હતી અને સોૈ કોઇ માટે શાકાહારી આમન્યાઝનુ઼ સુંદર આયોજન કરવામાં આવેલ. ઉર્ષનાં આ કાર્યક્રમમાં પોલીસ સ્ટાફે ખુબ જ સુંદર વ્યવસ્થા જાળવેલ હતી. દરગાહનાં ખાદીમ મસ્તાનબાપુએ ઓખા ન્યાય પાલિકા, પોલીસ સ્ટાફ ઉપરાંત સાથ સહકાર આપનાર સોૈ કોઇનો હદયથી આભાર વ્યકત કરીને દુઆઓ આપી હતી.(તસ્વીર-અહેવાલઃ દિવ્યેશ જટાણીયા, મીઠાપુર)(૧.૧૨)

(12:43 pm IST)