સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 15th September 2018

ઉના નગરપાલિકા પેટા ચુંટણીમાં અપક્ષ ઉમેદવારે ફોર્મ પરત ખેચ્યું

ઉના તા ૧૫ : નગરપાલિકાની વોર્ડ નંબર બે ની એક બેઠકની પેટા ચુંટણીમાં એક અપક્ષ ઉમેદાવરે ફોર્મ પાછુંખેચતા હજે કોંગ્રેસ અપક્ષ વચ્ચે ચુંટણી જંગ ખેલાશે તા. ૨૫ ના રોજ મતદાન, ૨૭ મી એ ગણત્રી થશે.

ઉના નગર પાલીકાની વોર્ડ નંબર ર નાં એક સભ્યએ રાજીનામુ આપતા બેઠક ખાલી પડી હતી જેની પેટા ચુંટણી જાહર થતા ૩ ઉમેદવાર ૧ કોગ્રેસ, ર અપક્ષ ઉમેદવારે ફોર્મ ભરેલ હતું આજે ફોર્મ પરત ખેચવાના દિવસે એક અપક્ષ ઉમેદવાર લક્ષ્મહણભાઇ કાનાભાઇ પરમારે ફોર્મ પાછુ ખેંચી લેતા હવે બે ઉમેદવારોમાં કોગ્રેસના ઉમેદજાર સુરૈયાબેન અલીમહમદ શેખ તનથા અપક્ષ ઉમેદવાર રીયાઝ મહમદ કાસમાણી વચ્ચે ચુંટણીનો જંગ ખેલાશે.

આ બેઠકનું મતદાન તા. ૨૫ ના યોજાશે. હાલ ઉના નગરપાલીકામાં ભાજપ પાસે૩૪ બેઠક સાથે સતા ઉપર છે. ૧ બેઠક કોંગ્રેસ પાસે છે.

(12:42 pm IST)