જૂનાગઢમાં દિવ્યાંગો માટે સ્પે.ખેલ મહાકુંભ : રજીસ્ટ્રેશન કામગીરી
જૂનાગઢ તા.૧૫ : સ્પોર્ટ ઓથોરીટી ઓફ ગુજરાત રાજય તથા જીલ્લા રમતગમત અધિકારીશ્રી દ્વારા આયોજીત સ્પે. ખેલ મહાકુંભ ૨૦૧૮ અંતર્ગત જૂનાગઢ ખાતે જીલ્લા કક્ષાની રમતોનું આયોજન સાંપ્રત એજયુ. સંસ્થા દ્વારા કરવામાં આવેલ છે. અમારી સંસ્થામાં દર વર્ષે સ્પેશ્યલ ખેલ મહાકુંભનું આયોજન કરાય છે.
જૂનાગઢ જીલ્લામાં વસતા શારિરીક તથા માનસિક ક્ષતિ ધરાવતા દિવ્યાંગોએ જરૂરી કાગળો લઇ સંસ્થાએ વહેલી તકે તા. ૧૫ સાંજના પ વાગ્યા સુધીમાં રજીસ્ટ્રેશન કરી લેવા જાણ કરવામાં આવે છે. જેમાં દિવ્યાંગ સર્ટીફીકેટ, ઉંમરનો આધાર, આધારકાર્ડની ઝેરોક્ષ પાસ પોર્ટ કલર ફોટો તથા બેન્ક એકાઉન્ટની કોડ વાળી પહેલા પાનાની ઝેરોક્ષ સાથે લઇ સંસ્થાએ રૂબરૂ ફોર્મ આપવા સાંપ્રત એજયુકેશન એન્ડ ચેરી. ટ્રસ્ટ જૂનાગઢ (દિવ્યાંગો માટે કામ કરતી સંસ્થા) બિલખા રોડ નંદકિશોર નર્સરી સામે વિજાપુરના પાટીયા પાસે પીન.૩૬૨૨૬૩ ખાતે સંપર્ક તથા વધુ વિગતો માટે મો. ૯૮૨૪૨ ૧૩૫૦૭ અલ્પેશભાઇ વાળા, મો. ૯૮૯૮૪ ૬૫૮૦૭ સંપર્ક કરવા યાદીમાં જણાવાયુ છે.