સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 15th September 2018

ભાવનગરમાં રવિવારે રાજયકક્ષાની આયુર્વેદ ડોકટરોની કોન્ફરન્સ

સૌરાષ્ટ્ર ઝોનની ત્રીજી કોન્ફરન્સમાં ૪૦૦ થી વધુ ડોકટરો ઉપસ્થિત રહેશે

ભાવનગર તા.૧પ :  ભાવનગરમાં ગુજરાત બોર્ડ ઓફ આર્યુવેદિક એન્ડ યુનાની સિસ્ટમ્સ ઓફ મેડીસીન- ગુજરાત રાજય દ્વારા આગામી તા. ૧૬ ને રવિવારે રાજયકક્ષાની આર્યુવેદિક ડોકટરોની કોન્ફરન્સ તથા સૌરાષ્ટ્ર ઝોનની તૃતીય CME નું આયોજન કરવામાં આવેલ છે.

આ કોન્ફરન્સમાં  રાજયભરમાંથી આશરે ૪૦૦ ડોકટરો ઉપસ્થિત રહેશે જેમાં ગુજરાત ના નિષ્ણાંત વૈધ દ્વારા જુદા જુદા વિષય પર માર્ગદર્શન આપવામાં આવશે. વૈધોના વકતવ્ય, વૈધોનાં સન્માન  તથા ભાવનગર આર્યુવેદિક ડેાકટરો દ્વારા મ્યુઝીકલ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવશે.

સવારે ૯.૦૦ થી સાંજે પ.૦૦ સુધી યશવંતરાય નાટયગૃહમાં વિવિધ કાર્યક્રમો રહેશે. જેમા આવેલ વૈધોને કીટ તથા ગીફટ આપવામાં આવશે.

આ પ્રસંગે પ્રદેશ  અધ્યક્ષ જીતુભાઇ વાઘાણી શિક્ષણમંત્રી શ્રીમતી વિભાવરીબેન દવે, સાંસદ શ્રીમતી ભારતીબેન શિયાળ, ડોકટર સેલ કન્વીનર ડો. વિષ્ણુભાઇ પટેલ, આર્યુર્વેદ યુનિવર્સિટી, જામનગરના વાઇસ ચાન્સેલર ડો. સંજીવભાઇ ઓઝા, ભાવનગર યુનિવર્સિટીના વાઇસ ચાન્લેસર ડો. ગીરીભાઇ ઇ. પટેલ CCIM  આયુ. રજીસ્ટ્રેશન બોર્ડ તથા સેનેટ સિન્ડીકેટ મેમ્બર્સ સર્વ ઉપસ્થિત રહેનાર છે.

આ આયોજન માટે આયુ. રજી. બોર્ડ ચેરમેન ડો. હસમુખભાઇ સોની, ઓર્ગેનાઇઝીંગ સેક્રેટરી ડો. મહેન્દ્ર મહેતા કો ઓર્ડિનેટર ડો. પરેશ સોલંકી ભાવનગર જિલ્લા વૈધ સભાના ડો. રાજુ પાઠક, ડો. નરેન્દ્રભાઇ ત્રિવેદી, ISM PP. Association Bhavnagar  ના ડો. ધર્મેન્દ્ર પટેલ, ડો. કૃષ્ણકાંત લંગાળીયા, ડો. આશિષ વાઘેલા, ડો. કરણસિંહ મોર, ડો. દિપેશ ગોહિલ, ડો. જયેન્દ્ર પટેલ, ડો. અરવિંદ ત્રિવેદી, ડો. પી. જે. રાઠોડ, ડો. શીતલ સોલંકી, ડો. માધવી પટેલ, ડો. નીપા ઠકકર, ડો.આર.ઓ. બગડીયા, ડો. સોયેબ વગેરેએ સફળતા માટે ખૂબ જહેમત ઉઠાવી રહ્યા છે. આમા આદિવૈદ ફાર્મસી તથા આયુર્વેદ ફાર્મા ના સહયોગ સાંપડેલ છે. (૧૧.ર)

(12:41 pm IST)