સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 15th September 2018

કોડીનાર તાલુકામાં વિજ દરોડાઃ ૧પ.૬૬ લાખની વિજ ચોરી ઝડપાઇ

કોડીનાર તા. ૧પ :.. કોડીનાર-૧, કોડીનાર-ર, ફીડરમાં વિજ ટીપની ર૮ ટીમો ત્રાટકી હતી. જેમાં ફીડર કોડીનાર-૧ માં ૧૯ ટીમો દ્વારા વિજ ચેકીંગ હાથ ધરાતા ર૦૩ કનેકશનો ચેક કરતા પ૪ કનેકશનમાં રૂ. ૧૦.૯૭ લાખની વિજ ચોરી પકડાઇ હતી. જયારે ફીડર કોડીનાર-ર માં ૯ ટીમો દ્વારા ૧૪૧ કનેકશનો ચેક કરતા ૩૪ કનેકશનોમાં રૂ. ૪.૬૯ લાખની વિજ ચોરી પકડાતા બંને ફીડરમાં મળી કુલ ર૮ ટીમો દ્વારા ૩૪૪ ચેક કરાતા ૮૮ કનેકશનોમાં રૂ. ૧પ.૬૬ લાખની વિજ ચોરી પકડાઇ હતી. વિજ ટીમો દ્વારા શહેરનાં  મેમણ કોલોની, વિરાટનગર, સરદારનગર,  મુળ દ્વારકા, ગોહીલની ખાણ, દેવળી, મિત્યાજ, આલીદર, જમનાવાડા, ગામે વિજ દરોડા પાડયા હતાં. (પ-૧૧)

(12:39 pm IST)