સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 15th September 2018

કોડીનારના કાજ ગામમાં જુગાર રમતા ૧૧ શખ્સો ઝડપાયા

કોડીનાર, તા. ૧પઃ  કોડીનાર પોલીસ સ્ટેશનના કૌશીકભાઇ, વિશાલભાઇ, નાઝીરભાઇ, વિપુલભાઇ મહિલા દંડ કોન્સ્ટેબલ ગીતાબેન સહિતનાં સ્ટાફ પેટ્રોલીંગમાં હતા ત્યારે રાત્રીનાં ૧૦.૩૦ કલાકે કાજ ગામે આવતા બાતમી મળેલ કે કાજ ગામે પંચાયત ઓફીસ પાસે અમુક ઇસમો જાહેરમાં જુગાર રમી રહ્યા છે. જેથી તાત્કાલીક બાતમી વાળી જગ્યાએ રેડ કરતા કુલ અગ્યિારનું ઇસમો ગોળ કુંડાળુ વળી જુગાર રમતા હોય પોલીસને જોઇ ભાગવા જતા પાછળ દોડી પકડી પાડેલ તમામજે બેસાડી નામ પુછતા બધા કાજ ગામના અશ્વનીભાઇ વરસીગભાઇ ડોડીયા, પ્રતાપભાઇ નવઘણભાઇ પરમાર, અશ્વીનભાઇ કરશનભાઇ ડોડીયા, બાલુભાઇ રામભાઇ ઝાલા, વિવેકભાઇ ભરતભાઇ ડોડીયા, કેશુભાઇ રાયશીંગભાઇ પરમાર, સંજયભાઇ  જેશીંગભાઇ પરમાર, સંજયભાઇ જેશીંગભાઇ ઝાલા, જેમલભાઇ રામભાઇ ઝાલા, દેંગણભાઇ કાળાભાઇ ચુડાસમા, ભરતભાઇ જેન્તીભાઇ સોલંકી. ઉપરોકત અગિયારેય ઇસમો બેસેલ તે જગ્યા એથી પટમાં પડેલ ૧૧૪૦ તથા ગંજીપતા તથા ઉપરોકત ૧૧ શખ્સો પાસેથી કુલ રૂ. ૧પ૬૯૦ નો મુદ્દામાલ મળી આવેલ આ અગિયારેય જણાની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. (૯.પ)

(12:38 pm IST)