સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 15th September 2018

પોરબંદરમાં ૯૦ હજારના સોનાના વેંઢલાની લૂંટ કરી નાસી જનારને પોલીસે ગણતરીના કલાકોમાં પકડી પાડયો

પોરબંદર, તા. ૧પ : અહીં છાંયા નવાપરા પાસે વૃદ્ધાના કાનમાંથી ૩ તોલાના સોનાના વેંઢલા કિ. ૯૦ હજારની લૂંટ કરી નાસી જનાર જીજ્ઞેશ બોઘા ડાભીને પોલીસે ગણતરીના કલાકોમાં પકડી પાડયો હતો.

ખોડીયાર સોસાયટીમાં રહેતા ૮૦ વર્ષના રાણીબેન રણમલભાઇ ઓડેદરાને રસ્તામાં રોકીને આરોપી જીજ્ઞેશ બોઘા ડાભીએ ૯૦ હજારના સોનાના વેંઢલાની લૂંટ ચલાવીને નાસી ગયેલ. આ બનાવની કમલાબાગ પોલીસને તાત્કાલીક જાણ કરતા પોલીસે નાકાબંધી કરીને તપાસ હાથ ધરીને આરોપીને ગણતરીના કલાકમાં પકડી પાડયો હતો. (૮.૯)

(12:35 pm IST)