સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 15th September 2018

બધા વિજ્ઞાન રામચરિચ માનસમા છેઃ પૂ. મોરારીબાપુ

મહુવામાં આયોજીત સંસ્કૃત સત્રનો વિરામઃ વાચસ્પતિ અને ભામતી પુરસ્કાર અર્પણ

ઇશ્વરીયા-ભાવનગર-કુંઢેલી તા.૧૪: ઋષિ પાંચમ પર્વે શ્રી મોરારીબાપુ પ્રેરિત વાચસ્પતિ તથા ભામતી પુરસ્કાર પ્રદાન કરાયા છે. આ પ્રસંગે મોરારીબાપુએ કહયું કે, બધા વિજ્ઞાન રામચરીત માનસમાં છે. અહિં સંસ્કૃત સત્રમાં ઋષિ વિજ્ઞાન પર વિદ્વાનો દ્વારા સંગોષ્ઠિ યોજાઇ હતી.

શ્રી મોરારીબાપુ પ્રેરીત સંસ્કૃત સત્રમાં વાચસ્પતિ પુરસ્કાર સંસ્કૃત સાહિત્યના વિદ્વાન શ્રી મણીભાઇ પ્રજાપતિ (મહેસાણા) તથા ભામતી પુરસ્કાર સંસ્કૃતના વિવિધ ક્ષેત્રના વિદુષી શ્રી મતી ભારતીબેન કીર્તિભાઇ શેલત (સ્વર્ગસ્થ) ને પ્રદાન કરાયા છે.

જગદ્દગુરૂ આદિશંકરાચાર્ય સંવાદ ગૃહ, કૈલાસ ગુરૂકુળ, મહુવા ખાતે આજે ઋષિ પંચમી પર્વે પુરસ્કાર પ્રદાન કર્યા બાદ શ્રી મોરારીબાપુએ કહયું કે અહિં બે દિવસ ઋષિ વિજ્ઞાન વકતવ્યોમાં વિદ્વાનોએ સારો પ્રકાશ પાડયો અને આ બધા જ વિજ્ઞાન રામચરીત માનસમાં રહેલા છે. અલગ-અલગ પ્રસંગ અને તેની ચોપાઇના ઉલ્લેખ સાથે તેમા રહેલા વિજ્ઞાનની વાત કરી.

શ્રી મોરારીબાપુએ સવિશેષ શ્રી ભાણદેવજી દ્વારા યોગ, અષ્ટાંગયોગ સાથે શિવાલયના વિજ્ઞાનની વાતને બિરદાવી. અહિં આવેલા તમામ વિદ્વાનોને ગ્રંથાગાર સ્વરૂપ ગણાવ્યા. અહિંનો મંચ એ સ્વતંત્ર છે અહિં સંવાદ થવો જ જોઇએ, વિવાદને સ્થાન નથી તેમ પણ કહયું. ઉપનિષદ રૂપ પ્રેમ, બ્રહ્મસુત્ર રૂપ સત્ય અને ગીતા રૂપ કરૂણાની સાધનાનો ઉલ્લેખ કરાયા.

અહિ સંસ્કૃત સત્ર-૧૮માં શ્રી હરિચંદ્રભાઇ જોષીના સંકલન સાથે સંસ્કૃત સત્રમાં ઋષિ વિજ્ઞાન પર વિદ્વાનો દ્વારા સંગોષ્ઠિ યોજાઇ હતી.

પુરસ્કાર પ્રદાન કાર્યક્રમમાં પ્રારંભે અહિંના સાધુકુમારો દ્વારા શ્લોકગાન કરાયેલ.

આ વેળાએ શ્રી ગોૈતમભાઇ પટેલે સન્માનિત થનાર શ્રી ભારતીબેન સ્વર્ગવાસી થયાનું દુઃખ વ્યકત કયુંર્ હતું.

અહિં શ્રી બલદેવાનંદર સાગરે શ્રી મોરારીબાપુની કથા સાધના અંગે વાત કરી પ્રાસંગિક ઉદ્દબોધન કર્યું હતું.

આ પ્રસંગે સન્માનિતોને રૂ.૧,૨૫,૦૦૦ની રાશી, આદર, સન્માનપત્ર અને સુત્રમાળા અર્પણ કરાયેલ. (૧.૯)

(12:34 pm IST)