સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 15th September 2018

સુરેન્દ્રનગરઃ પતરાવાળા ચોક પાસેની એ જર્જરીત ઇમારત કોઇનો ભોગ લેશે!! તંત્ર જાગે

સુરેન્દ્રનગરમાં પતરાવાળા ચોકમાં ૨૦૦૧થી આવેલ ભુકંપ બાદ જુની પુરાણી ઇમારત અતિ જર્જરિત બીલ્ડીંગ ટ્રાફિક પોલીસ ચોકી અને જનતા પાન પાસે નજરે પડે છે તંત્રએ  આ જર્જરીત બિલ્ડીંગ પડે અને કોઇનો ભોગ લેવાય તે  પહેલા પાડી નાખવી જોઇએ તસ્વીરમા ભયજનક ઇમારત નજરે પડે છે. (તસ્વીરઃ ફારૂક ચૌહાણ)

 

વઢવાણ તા. ૧૫: સુરેન્દ્રનગર શહેરમાં આવેલા ભુકંપ બાદ અનેક વર્ષો પુરાણી ઇમારતો ભયજનક બની હોવા છતાપણ સુરેન્દ્રનગર તંત્ર દ્વારા જરાપણ ધ્યાન દેવાતુ હોવાના  કારણે કયારેક મોટી જાનહાની નોતરાવવાનો ભય પ્રસરતો હોય છે.

શહેરના પતરાવાળી ચોકથી જાણીતા અને ટ્રાફિક પોલીસ ચોકીની સામેજ આવેલ અને દિપભાના જનતા પાનની લાઇનમાં અતિ ભય ભયાનક સાથે બિલ્ડીંગ ઉભી છે. આ બિલ્ડીંગ સાવ અને અતિ ભયજનક વિસ્તારમા જોવા મળી રહી છે.

ત્યારે ઇમારતનો ઇમલો કાટમાળ બાંધકામથી લઇને તમામ વસ્તુઓ સડીને સાફ થઇ ગઇ હોવા છતા આ ઇમારતના મામલે ઇમરત ભજયનક હોા બેધ્યાન રહેતા હોવાનુ ધ્યાન ઉપર આવેલ છે. આ ભયજનક ઇમારત કયારે ઘસી પડે તેનો સમય નક્કી નથી. જયાથી હજારો લોકો શાકભાજી લેવા માટે પસાર થાય છે તો અસંખ્ય વાહનો ચાલકોપણ આ માર્ગ ઉપરથી પસાર થયા છે. જયારે આજ વિસ્તારમાં શાળાપણ આવેલ હોવાના કારણે વિદ્યાર્થીઓ પણ પસાર થાય છે. ત્યારે આ ભયજનક ઇમરત કોઇનો ભોગ લ્યે અને પછી આ બધુ જર્જરીત ભાગ ઉતરાવવુ એ યોગ્ય ન કહેવાય ત્યારે સરકારી તંત્ર કલેકટર-નગર પાલિકાના પ્રમુખ કારોબારી ચેરમેન ચિફ ઓફિસર વગેરે ધ્યાન ઉપર લઇને ઘટતુ કરાવવા લોક માંગ ઉઠવા પામેલ છે.(૧૧.૩)

(12:33 pm IST)