સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 15th September 2018

જામજોધપુરમાં જૂગાર રમતાં ૯ ઝડપાયાઃ ૩ નાસી છૂટયા

જામજોધપુર તા. ૧પ :.. જાહેરમાં જૂગાર રમી રહેલ રસીક ગીરધર કડીયાર, ભાવેશ મગન સિણીન્ય, મયુર અમૃતભાઇ ખાંટ, જીજ્ઞેશ મુકેભાઇ માકડીયા, ભાવિક દિનેશ, સુરેજા દિનેશ બેચર ફળદુ, ડીંકલ શાંતિભાઇ ઘરસંડીયા, નિયલ ઉર્ફે નિતેશ શાંતિભાઇ ઘરસડીયા, કમલેશભાઇ કેશુભાઇ બાવાજી વગેરે ને પોલીસે ગંજીપતા ન.પ.ના સાથે રૂ. ૩ર૬૦ તેમજ બે ટોર્ચ બતી સાથે પકડી પાડેલ છે તેમજ બકુલભાઇ સાપરીયા, મુકેશભાઇ જાવીયા, અશોકભાઇ સાપરીયા, આ જૂગારના દરોડા દરમ્યાન ફરાર થઇ ગયેલ હતાં. (પ-૧પ)

(12:32 pm IST)