સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 14th September 2018

ભેસાણના ગોરખપુર ગામે રૂ.૧૫.૯૫ લાખના ખર્ચે પેયજળ વિતરણ સુવિધાનું નવિનિકરણ

જૂનાગઢ તા.૧૨, જૂનાગઢ જિલ્લાનાં ભેસાણ તાલુકાનાં નાનકડા ગોરખપુર ગામે રૂ.૧૫.૯૫ લાખનાં ખર્ચે પેયજળ નવીનીકરણ કામગીરી પૈકી ૭૦ હજાર લીટરની ક્ષમતા ધરાવતો ભુગર્ભ સમ્પ, પાણી વિતરણની પાઇપ લાઇન, પમ્પીંગ મશીનરી, રાઈઝીંગ મેઇન પાઈપ લાઇન, ટી સેકન, પાવર કનેકશન, કુવો રીપેરીંગ  સહીતની સુવિધાઓના નવીનીકરણ માટે તાંત્રીક મંજુરી મળતા આવનાર દિવસોમાં વહીવટી મંજુરી પ્રાપ્ત થતાં ગોરખપુર ગામની હયાત પેયજળ વિતરણ વ્યવસ્થામાં સુધારો થતાં ગામનાં ઘરે ઘરે વધુ સારી રીતે પાણી પુરતી માત્રામાં એક સરખા દબાણથી પહોંચતુ થશે. તેમ વાસ્મોના કાર્યપાલક ઈજનેર શ્રી કારીયાની યાદીમાં જણાવાયુ છે.

વંથલી ખાતે ૧૬મી  એડીશ્નલ ડિસ્ટ્રીકટ કોર્ટનું થશે ઉદદ્યાટન

જૂનાગઢઃ જૂનાગઢ જિલ્લાનાં વંથલી તાલુકા મથકે તા. ૧૬મી સપ્ટેમ્બરનાં રોજ નામદાર જસ્ટીસ શ્રી એ.વાય.કોગ્જે, જજ હાઈકોર્ટ ઓફ ગુજરાત અમદાવાદ તેમજ એડમીનીસ્ટ્રેટીવ જજ જૂનાગઢનાઓના હસ્તે વકીલશ્રીઓ તેમજ પ્રજાજનોની ઉપસ્થિતીમાં રાખવામાં આવેલ છે. તા. ૧૬-૦૯-૨૦૧૮નાં સવારનાં ૮-૩૦ કલાકે ઉદદ્યાટન સમારોહમાં પધારવા પ્રિન્સીપાલ ડીસ્ટ્રીકટ જજ શ્રી એન.બી. પીઠવાની યાદીમાં જણાવાયુ છે. (૨૨.૩)

(12:38 pm IST)