સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 14th September 2018

હળવદ બાર એસોસીએશન દ્વારા કેરલના પુરઅસરગ્રસ્તો માટે ર,૫૧ લાખની સહાય

હળવદ તા. ૧૪: કેરલના પુર અસરગ્રસ્તોને રૂપીયા ૨.૫૧ લાખની સહાય બાર એસોસીએશન તેમજ ન્યાય કોર્ટના તમામ સ્ટાફે મોકલી આપી છે.

કેરલમાં ભયાનક પુરના લીધે મોટા પ્રમાણમાં જાન-માલનુ નુકશાન થયુ હતું. ત્યારે કેરળવાસીને મદદ કરવા માટે બાર એશોસીએશન, ન્યાધીશો, સરકારી વકીલ અને કોર્ટના સ્ટાફ દ્વારા ફંડ એકત્ર કરવામા આવ્યુ હતું. કેરલના મુખ્યમંત્રી રાહત ફંડમાં મોકલવા માટે રોકડ રકમ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાઇ ગયો હતો. કાર્યક્રમમાં મોરબી ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજશ્રી રીઝવાના ધોઘારીના હસ્તે દીપ પ્રાગટય કરેલ હતું.

ન્યાયધીશો પી.ડી.જેઠવા અને બી.એમ.રાજની ઉપસ્થિતિમાં કરવા માં આવ્યુ હતુ. આ તકે ઉપસ્થિત સૌ એ હોનારતના દિવંગતોના માનમાં બે મીનીટ મૌન પાળ્યુ હતું. ત્યારબાદ રાજયમા પ્રથમ વાર કહી શકાય એમ હળવદ બાર એશોસીએશન (વકીલ મંડળ) ન્યાયધીશો, સરકારી વકીલ અને કોર્ટના સ્ટાફથી સહીયારા એકત્ર થયેલ ફંડ રૂપીયા બે લાખ એકવાનહજાર રોકડા એચડીએફસીના મેનેજરને સુપ્રત કરીને કેરલના મુખ્યમંત્રી રાહત ફંડ માટે મોકલ અપાયા હતા.(૧૧.ર)

 

(12:34 pm IST)