સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 14th September 2018

કોડીનારમાં પ દિવસ ગણેશજી મહોત્સવ-મહોરમની ધામધુમ પુર્વક ઉજવણી થશે

આજે ગણેશ ચતુર્થીએ શહેરભરમાં વિવિધ ગ્રુપો દ્વારા ૨૫૦થી વધુ સ્થળે ગણેશજીની સ્થાપના કરાઇ

કોડીનાર તા.૧૪: શહેરમાં ગઇકાલે ગણેશ ચતુર્થીએ શહેરના શિવાજી ચોક, જયોતિ ગૃપ, સોમનાથ મંદિર, જંગલેશ્વર મંદિર, બિલેશ્વર ગૃપ સહિત શહેરભરમાં દરેક મુખ્ય ચોક અને વિસ્તારો મળી ૨૫૦થી વધુ સ્થળોએ ગણેશજીની સ્થાપના કરવામાં આવી તેમજ કોડીનાર સ્થિત પોૈરાણિક ગાયકવાડી ગણપતીજી કચેરી કંપાઉન્ડ ખાતે કાલે યજ્ઞનું ભવ્ય આયોજન પણ કરવામાં આવ્યું છે.

પ દિવસ ગણપતીજીના ભકિતભાવ પુર્વકના પુજન બાદ તા. ૧૭ના રોજ એકી સાથે વિસર્જન કરાશે.

હાલ હિન્દુઓના ગણેશજી અને મુસ્લિમોના મોહરર્મ બંન્નેના પવિત્ર તહેવારો ચાલતા હોય ત્યારે કોડીનારમાં સર્વ હિન્દુ મુસ્લિમ બિરાદરો દ્વારા કોમી એકતા અને ભાઇચારાથી તહેવારો ઉજવી રહયા છે.(૧.૨)

(12:31 pm IST)