સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 14th September 2018

ખંભાળિયામાં દોઢ માસમાં ટ્રાફીક નિયમનો ભંગ કરતા ૨૦૦ થી વધુ વાહનો ડીટેઇન

ખંભાળિયા તા.૧૪ : દેવભૂમિ દ્વારકા જિ.પો.વડાશ્રી રોહનકુમાર આનંદ તથા એએસપી પ્રશાંતકુમારના માર્ગદર્શન હેઠળ ખંભાળિયા પો.ઇ. અરવિંદસિંહ જાડેજાએ તથા સ્ટાફના પોલીસ જવાનો દ્વારા સતત દોઢ માસથી ટ્રાફીક અંગે સઘન ઝુંબેશ ચાલુ રાખીને દોઢ માસમાં બસોથી વધુ ગાડીઓ ડીટેઇન કરીને ચાર લાખથી વધુ રકમનો દંડ વસુલ કરીને તથા સંખ્યાબંધ અન્ય કેસો લાયસન્સ, કાગળો, રસ્તા પર આડેધડ પાર્કિંગ વિ. સામે કડક કાર્યવાહી કરી છે.

ખંભાળિયા શહેરમાં ટ્રાફીક ઝુંબેશ દ્વારા લોકો ટ્રાફીકના નિયમોનું પાલન કરે. સારી રીતે વાહન વ્યવહાર ચાલે, અકસ્માત ના થાય તથા આડેધડ પાર્કિંગથી ટ્રાફીકની સમસ્યાના થાય તે માટે આ ઝુંબેશ ચાલુ રાખી છે.

પો.ઇ.અરવિંદસિંહ જાડેજાએ ખાસ કરીને નાની ઉંમરના બાળકો મોટર સાયકલો લઇને નીકળી પડતા હોય તેમના સામે પણ આકરી કાર્યવાહી, દંડ, વાહન ડીટેઇન, વાલીઓને બોલાવી સમજાવવા જેવા પગલા પણ લેવામાં આવી રહ્યા છે.

પો.ઇ.અરવિંદસિંહ જાડેજાએ જણાવ્યું હતુ કે ટ્રાફીક અંગે ઝુંબેશના સતત ચાલુ જ રહેશે જયાં સુધી લોકો સંપુર્ણ ટ્રાફીક નિયમો પાલન નહી કરે ત્યાં સુધી આવી કડક કાર્યવાહી ચાલુ જ રહેશે.(૪૫.૨)

(12:24 pm IST)