પોરબંદર બીરલા ફેકટરીના દંગા માંથી જુગાર રમતા ત્રણને ઝડપી લેતી કમલાબાગ પોલીસ
જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક મનીંદર પ્રતાપસિંહ પવાર,તથા પોરબંદર પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીની સુચના મુજબ પોરબંદર જીલ્લામાંથી દારુ/જુગારની બદી દૂર કરવા માટે આપેલ સુચના અન્વયે તથા પોરબંદર શહેરના ડી.વાય.એસ.પી. જે.સી.કોઠીયાના તથા કમલાબાગ પોલીસ સ્ટેશનના પો.ઇન્સ.એન.એન.રબારીના માર્ગદર્શન હેઠળ કમલાબાગ પોલીસ સ્ટેશનના સર્વલન્સ સ્કવોડના પો.સબ.ઈન્સ. એચ.એન.ચુડાસમા તથા સર્વલન્સ સ્કવોડના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીગમાં હતા
દરમ્યાન પો.હેડ કોન્સ બી.કે.ગોહીલ તથા પો.કોન્સ વિરેન્દ્રસીંહ ને બાતમી મળેલ કે, પોરબંદર બીરલા ફેકરટીના સોલ્ટના દંગામાં મેલડી માતાના મંદીર સામે આવેલ ઓટા ઉપર અમુક ઇસમો ગંજી પત્તાના પાનાથી જુગાર રમે છે. જે બાતમી આધારે સદર જગ્યાએ રેઇડ કરતા કૂલ ત્રણ ઇસમો જુગારના સાહીત્ય તથા રોકડા રૂા.૨૪,૩૦૦ તથા મોબાઇલ ફોન નંગ-૩ કિ.રૂ.૧૬,૦૦૦ કુલ કિ.રૂ.૪૦,૩૦૦ ના મુદામાલ સાથે મળી આવતા તેઓની સામે જુગારધારા કલમ-૧૨ મુજબનો ગુન્હો રજી. કરાવેલ. છે
આરોપી (૧) દિનેશ મધુભાઇ પાટીલ (ઉવ.૨૯) ( રહે. બીરલા ફેકટરી સામે બાલાજીના દંગામાં પોરબંદર )(ર) બટુક કવાભાઇ ખાવડીયા( ઉવ.૩૦ ) ( રહે. બીરલા ફેકટરી સામે બાલાજીના દંગામાં પોરબંદર (૩) જયેશ મુરૂભાઇ વાજા (ઉવ.૨૬) ( રહે. છાંયા જમાતખાના પાસે પોરબંદર) ને ઝડપી લીધા છે
આ કામગીરીમાં કમલાબાગ પોલીસ સ્ટેશન પોલીસ ઇન્સપેકટર એન.એન.રબારી તથા પો.સ.ઇ. એચ.એન.ચુડાસમા તથા એ.એસ.આઇ. વી.એસ.આગઠ , પો.હેડ.કોન્સ જે.આર.કટારા , બી.કે.ગોહીલ તથા પો.કોન્સ. વિજયભાઇ , ભીમશીભાઇ , કનકસિંહ, વિરેન્દ્રસીંહ , અક્ષયભાઇ , વિગેરે પોલીસ સ્ટાફ કામગીરીમાં જોડાયેલ હતા