સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 15th August 2019

જામનગર એસ.ટી.ડેપોની કેન્ટીનમાં છતમાં ગાબડુઃ ૪ વિદ્યાર્થીઓનો બચાવ

જામનગર, તા.૧૪: જામનગરના એસ.ટી.ડેપોમાં આવેલ કેન્ટીનમાં આવતા પહેલા વિચારવું પડે હો...કારણ કે,ખુબજ જુના બિલ્ડીંગમાં આવતા મુસાફરો પણ અસુરક્ષિત છે. સલામત સવારી માટે આવતા પેસેન્જરોને એસ.ટી.બસના ડેપોમાં જ સુરક્ષા નથી. જામનગર એસ.ટી.ડેપોમાં આવેલી કેન્ટીનમાં ગઈકાલે સાંજે અચાનક જ છતમાં ગાબડું પડ્યું હતું.અને છતનો ભાગ ધરાશાઇ થયો હતો.

આ ઘટના દરમ્યાન ૩થી૪ વિદ્યાર્થીઓનો સદભાગ્યે બચાવ થયો હતો. ૧૯૭૨માં બનેલો આ એસ.ટી.ડેપો હવે જીર્ણ થઈ ગયો છે.અને નવીનીકરણ ઈચ્છે છે. ત્યારે રાજયના વાહન વ્યવહાર મંત્રીના શહેરમાં એસ.ટી ડેપોનું નવીનીકરણ કયારે થાય છે.તે જોવું રહ્યું.(તસવીરોઃકિંજલ કારસરીયા,જામનગર)

(3:34 pm IST)