સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 15th August 2019

દિવ્યાંગ દિયરથી છૂટકારો મેળવવા ભાભીએ પતાવી દીધો'તો

વિસાવદરના ખીજડીયામાં આહિર યુવાન વિવેક ઉર્ફે કાનાની હત્યાનો ભેદ ઉકેલાયો : જાણભેદુની પોલીસની શંકા સાચી ઠરી

જૂનાગઢ તા.૧૪: વિસાવદરના ખીજડીયાના આહિર વિવેક કાતરીયાની હત્યામાં પોલીેસે મરનારની સગી ભાભી દયાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

વિસાવદર તાલુકાના ખીજડીયા ગામના વિવેક ઉર્ફે કાના રમેશભાઇ કાતરીયા (ઉ.વ.૨૨) નામના આહિર યુવકની લાશ ગત તા. ૨૮ માર્ચના રોજ તેના ઘરના દરવાજા પાસેથી શંકાસ્પદ હાલતમાં મળી આવી હતી.

વિસાવદરના પી.આઇ કેે.કે. ઝાલાએ લાશને પી.એમ માટે જામનગર ખાતે મોકલી આપી તપાસ હાથ ધરી હતી. પીએમ. રિપોર્ટમાં વિવેકને  ગળુ દબાવીને પતાવી દેવાયો  હોવાનુ ખુલ્યુ હતુ.  આથી રેન્જ આઇ.પી. સુભાષ ત્રિવેદી અને એસપી સૌરભ સિંઘ દ્વારા તપાસ માટે પોલીસ સ્ટાફ કામે લગાડી ગુનો ડિટેકટ કરવા સુચના આપી હતી.

ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ પી.આઇ. કે. કે. ઝાલા પી.એસ.આઇ એસ. કે. માલમે સ્ટાફ સાથે તપાસ હાથ ધરતા મૃતક મંદબુધ્ધીનો દિવ્યાંગ હોય જેથી તેની હત્યામાં કુટુંબી હોવાની શંકા થતા પરિવારજનો અને સગા સંબંધીઓ પર તપાસ કેન્દ્રીત કરવામાં આવી હતી.

દરમ્યાન વિવેકની હત્યામાં તેની સગી ભાભી દયાબેન હાર્દિક કાતરીયા (ઉ.વ.૨૪)ની સંડોવણી હોવાની બાતમી  મળતા  દયાની અટકાયત કરી તેની પુછપરછ હાથ ધરવામાં આવી હતી.

વિસાવદર તાલુકાના ખીજડીયા ગામે થયેલ ખૂનના ગુન્હાની ગંભીરતાને ધ્યાને લઇ ર્ંજૂનાગઢ રેન્જનાં અફહઇજીપી  સુભાષ ત્રિવેદી તથા જૂનાગઢ જિલ્લા પોલીસ વડા છે. સૌરભ સિંઘ દ્વારા આ બાબતે ઉંડાણપૂર્વક તપાસ કરી તમામ પોલીસ સ્ટાફને કામે લગાડી, સઘન પ્રયત્નો કરી, ગુન્હો ડીટેકટ કરવા જૂનાગઢ ડિવિઝન ના ડીવાય એસપી પ્રદીપસિંહ જાડેજા તથા વિસાવદર પો.ઈન્સ. કે.કે.ઝાલાને ૅ ખાસ સુચનાઓ કરવામાં આવેલ હતી..

પ્રાપ્ત માહિતી મુજબ  જૂનાગઢ ડિવિઝન ના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ વિસાવદર પો.ઈન્સ. કે.કે.ઝાલા, પીએસઆઇ એસ.કે.માલમ તથા સ્ટાફના હે.કો. અશ્વિનભાઈ, પુનાભાઈ, જયંતીભાઈ, સહિતના સ્ટાફ દ્વારા આ ગુન્હામાં મરણ જનાર વિવેક ઉર્ફે કાનો મંદબુદ્ઘિ નો હોય ફરિયાદીને કોઈ સાથે વેર કે માથાકૂટ ના હોય આ ગુન્હામાં કોઈ જાણ ભેદુ હોવાની તથા શંકા કોઈ કુટુંબી અથવા સંબંધી ઉપર હોવાનું પહેલેથી જ અનુમાર્નં હતું. પોલીસને ર્ંપ્રથમથી જ શંકાની સોય કુટુંબી અથવા સંબંધી ઉપરૅ હોવાથી પોલીસ દ્વારા કુટુંબના સભ્યો તથા સગા સબંધીઓ ઉપર ર્ંતપાસ કેન્દ્રિર્તં કરવામાં આવેલ હતી.  ટેકનિકલ સોર્સ તથા બાતમીદાર મારફતે માહિતી મળેલ કે, વિસાવદર તાલુકાના ખીજડિયા ગામે થયેલ ખૂનના બનાવમાં મરણ જનાર વિવેક ઉર્ફે કાના કાતરીયાની સગી ભાભી દયાબેન સંડોવાયેલ છે. જેના આધારે વિસાવદર પોલીસ દ્વારા ર્ં દયાબેન વા/ઓ હાર્દિક રમેશભાઈ કાતરિયા આહીર ઉવ. ૨૪ રહે. ખીજડિયા તા, વિસવાદરને રાઉન્ડ અપ કરી, પૂછપરછ હાથ ધરવામાં આવતા, પોતે નિર્દોષ હોય તેવો ડોળ કરીને આ ગુન્હો લાલજીભાઈ કાતરિયા તથા ફેરી કરતા ઈસમો દ્વારા આચરવામાં આવેલાની કબૂલાત કરી હતી. પરંતુ, પોલીસ દ્વારા આ બંને ઇસમોનું વેરીફિકેશન કરતા અને મહિલાની સદ્યન પૂછપરછ હાથ ધરવામાં આવતા, મહિલાએ પોતે જ એકલા હાથે પોતાના દિયર વિવેક ઉર્ફે કાનનું ખૂન કરેલાની કબૂલાત કરવામાં આવેલ હતી.

- જૂનાગઢ ડિવિઝન ના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ વિસાવદર પો.ઈન્સ. કે.કે.ઝાલા, પીએસઆઇ એસ કે.માલમ, બીલખા પીએસઆઇ વી.યુ. સોલંકી તથા સ્ટાફના હે.કો. અશ્વિનભાઈ, પુનાભાઈ, જયંતીભાઈ, દ્વારા ખૂનના ગુન્હામાં ધરપકડ કરવામાં આવેલ મહિલા આરોપી દયાબેન વા/ઓ હાર્દિક રમેશભાઈ કાતરિયા આહીરની પૂછપરછ કરવામાં આવતા, પોતે ચારેક વર્ષ પહેલા હાર્દિકભાઈ કાતરિયા સાથે પ્રેમ સંબંદ્ય થતા, લગ્ન કરેલા છે. લગ્ન કર્યા ત્યારથી પોતાનો દિયર પણ પોતાની સાથે રહેતો હોય, ર્ંપોતાનો દિયર વિવેક ઉર્ફે કાનો દિવ્યાંગ મંદબુદ્ઘિનો હોઈ, પોતાને આખી જિંદગી પાલવવાનો થર્શેં એવા વિચાર દ્યણી વાર આવતા હતા. પોતાની સાસુ સસરા ગુજરી ગયા બાદ પણ આ દીયરને પોતે એક જ ભાઈ ભાભી હોય તેને પોતે જ રાખવો પડશે, તેવો વિચાર અવાર નવાર આવતા, ર્ંપોતે પોતાના દિયરથી છૂટકારો મેળવવા માટે તેને ગળા ઉપર દોરી વડે ગળા ટૂંપો દઈને હત્યા કરેલાની કબૂલાત કરેલ હતી. હત્યા કર્યા પહેલા પોતાના હસ્તાક્ષરમાં ચિઠ્ઠી લખી, તે ચિઠ્ઠીમાં પોતાના સસરા નો ઉલ્લેખ કરી, પોતાના ઉપર વહેમ ના આવે તે સારું ચિઠ્ઠી ખિસ્સામાં મૂકી હોવાની પણ કબૂલાર્તં કરવામાં આવેલ છે. વિસાવદર પોલીસ દ્વારા આ ગુન્હામાં બીજા કોઈ આરોપીઓ સંડોવાયેલ છે કે કેમ ? આ ગુન્હામાં પકડાયેલ મહિલા આરોપી દયાબેન ને કોઈએ મદદ ગારી કરેલ છે કે કેમ...? વિગેરે મુદ્દાઓ સબબ વિસાવદર કોર્ટમાં રજૂ કરી, દિન ૦૩ ના પોલીસ રિમાન્ડની માંગણી કરવામાં આવતા, ર્ંનામદાર કોર્ટ દ્વારા દિન ૦૧ ના પોલીસ રિમાન્ડ મંજુર્રં કરવામાં આવેલા છે. પોલીસ રિમાન્ડ ઉપર રહેલ મહિલા આરોપી દયાબેનની પૂછપરછ હાથ ધરી, વધુ તપાસ વિસાવદર પો.ઇન્સ. કે.કે.ઝાલા તથા સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલ છે.

(5:09 pm IST)