સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 15th August 2019

જુનાગઢનાં દામોદર કુંડની બાજુના કુંડમાં મગર દેખાતા ખળભળાટ

વન વિભાગ દ્વારા કુંડ ખાલી કરીને મગરને બાહર કાઢવાની કવાયત

જૂનાગઢ : વરસાદ બાદ અનેક સ્થળો પર પાણીના પ્રવાહ સાથે સાપ મગર જેવા પ્રાણીઓ તણાઇ આવ્યાના કિસ્સા સામે આવ્યા છે. ત્યારે જુનાગઢનાં દામોદર કુંડની બાજુના કુંડમાં મગર દેખાતા ખળભળાટ મચી ગયો છે  ઉપરવાસથી આવી રહેલા પાણીનાં પ્રવાહમાં મગર આવી ચડ્યો હતો. મગરને લઇને લોકો કુંડની આસપાસ ભેગા થઇ ગયા હતા. વન વિભાગે કુંડ ખાલી કરીને મગરને બાહર કાઢવાની કવાયત હાથ ધરી.હતી

(11:51 am IST)