વરસાદ ખેંચાતા અેક તરફ ખેડૂતો અને મુંગા પશુઓ પાણી માટે વલખા મારે છે તો બીજી તરફ હળવદ તાલુકાના કેદારીયા ગામની બ્રાહ્મણી નદીમાં પાણીની પાઇપલાઇન લીકેજ થતા પાણીની રેલમછેલ
હળવદઃ હળવદ તાલુકા ના કેદારીયા ગામની બ્રાહ્મણી નદી મા પાણી ની પાઈપ લાઈન એકા એક લીકેજ થતાં પાણીની રેલમછેલ સજાૅઈ હતી ચોમાસા દરમ્યાન વરસાદ નહી પડતા ખેડૂતો ઓને મુગા પશુઓ લોકોને પીવાના પાણી માટે પારાવાર મુશ્કેલી વેઠવી પડે છે ત્યારે કેદારીયા ગામે પાણી ની લાઈન લીકેજ થતા પાણી નો બગાડ થવા પામ્યો છે ત્યારે તંત્ર દ્વારા સત્વરે લીકેજ લાઈન નુ રીપેરીંગ કામ હાથ ધરી તેવી ગામ લોકો ની માંગ ઉઠવા પામી છે
હળવદ તાલુકા ના છેવાડાના ના ગામો ના લોકો ને પીવાનું પાણી મળે રહે તે માટે પાણી પુરવઠા દ્રારા હળવદ તાલુકા ના મોટા ભાગના ગામો મા પાણી પાઈપ લાઈનો લગાવે છે ત્યારે હળવદ તાલુકા ના કેદારીયા ગામની બ્રાહ્મણી નદી મા પાણી ની પાઈપ લાઈન પસાર થાય છે આ પાઈપ લાઈન મંગળવારે સાંજે એકાએક મેઈન લાઈન લીકેજ થતા પાણી ની રેલમછેલ સજાઈ હતી અને પાણી ના ફુંવારા સજાઈ હતા એક બાજુ હળવદ તાલુકા મા સામાન્ય વરસાદ પડ્યો છે ત્યારે હાલ હળવદ તાલુકા ના લોકો અને ખેડૂતો ઓની મુગા પશુઓ ને પાણી માટે પારાવાર મુશ્કેલી વેઠવી પડે છે ત્યારે હળવદ તાલુકા ના કેદારીયા ગામે પાણી ની લાઈન લીકેજ થતા પાણી નો બગાડ થવા પામ્યો હતો ત્યારે તંત્ર દ્વારા સત્વરે પાણી ની લીકેજ લાઈન નુ રીપેરીંગ કામ હાથ ધરવામાં આવે તેવી ગામ લોકો ની માંગ ઉઠવા પામી છે