સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 15th August 2018

અમરેલી એસટી વિભાગ દ્વારા જિલ્લા અંતરિયાલ વિસ્તારમાં બસ સેવાનો પ્રારંભ

અમરેલી,તા.૧૬: એસ.ટી.અમરેલી વિભાગ દ્વારા તાલુકાના ગામોના રહીશો તેમજ વિદ્યાર્થીઓની સુવિધાઓ માટે એસ.ટી.સેવા શરૂ કરવામાં આવેલ છે.

અમરેલી એસ.ટી.તંત્ર દ્વારા દર કલાકે અમરેલી- સાવરકુંડલા- અમરેલી અને અમરેલી- ધારી- અમરેલી વચ્ચે મેટ્રોલીંકની બસ સેવા પ્રવાસી જનતા માટે નિયમિત ચાલી રહી છે.

અમરેલીના પ્રભારી અને રાજય સરકારશ્રીના મા.મંત્રી આર.સી.ફળદુ સા.પાસે રજુઆત અને ગુજરાત એસ.ટી.નિગમના એમ.ડી.સોનલબેન મિશ્રા સા.ની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી જીલ્લાના અનકવર્ડ છેવાડાના ગામોમાં છે. અમરેલી જિલ્લાનાં બાબરા તાલુકોઃ ઈશ્વરીયા, મીયાખીજડીયા, નોંધણવદર, તાઈવદર, બગસરા તાલુકો- સનાળીયા, ધારી તાલુકો- ચાંચઈ, મોટી, નનીગરમલી, ઈંગોરાળા (ડુંગરી), પાદરગઢ, કરેણ, વાઘવડી, ગઢીયાચાવંડ, કથીરવદર, પરબડી, જાફરાબાદ તાલુકો- એભલવડ તેમજ લાઠી તાલુકો- મેથળીમાં એસ.ટી.બસ સેવા શરૂ કરવામાં આવી છે.(૩૦.૫)

(1:35 pm IST)