સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 15th August 2018

પાલીતાણામાં દેશભક્તિનો અનેરો માહોલ:1107 ફૂટ લાંબા અને 10 ફૂટ પહોળા ત્રિરંગો લઈને ત્રિરંગાયાત્રા યોજાઈ :1200 વિદ્યાર્થીઓ જોડાયા

પાલીતાણા :સ્વાતંત્ર્ય દિન પર્વે પાલીતાણામાં દેશભક્તિનો અનેરો માહોલ સર્જાયો છે પાલિતાણામાં ભવ્ય તિરંગાયાત્રા નીકળી હતી. 1107 ફૂટ લાંબા અને 10 ફૂટ પહોળા તિરંગાને લઈને શાળા-કોલેજોની 1200 વિદ્યાર્થીનીઓએ પાલિતાણાના માર્ગો પર ફરી હતી.આ સૌથી લાંબો તિરંગો હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે.

આ પ્રસંગે પ્રદેશ ભાજપ અધ્યક્ષ જિતુભાઈ વાઘાણી ઉપસ્થિત રહીને દેશવાસીઓને સ્વાતંત્ર્ય પર્વની શુભેચ્છા આપી હતી. તિરંગાયાત્રા સાથે બેટી બચાવો બેટી પઢાઓ અભિયાન, સ્વચ્છતા અભિયાન અને પ્લાસ્ટિક મુક્ત ભારત અભિયાનને વેગ મળે તેવી થીમ સાથે લોકજાગૃતિ સંદેશ પણ આપવામાં આવ્યો હતો.

તિરંગાયાત્રા કાર્યક્રમ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને જેમાં વિવિધ વેશભૂષા સાથે યુવક યુવતીઓ અને બાળકો આકષર્ણ નું કેન્દ્ર બન્યા હતા.

(10:07 am IST)