સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 15th July 2019

કુંકાવાવના સરકારી દવાખાનામાં ઇમરજન્સી સારવાર માટે કાર્યવાહી કરવા તાકિદ

કુંકાવાવ તા.૧૫ : કુંકાવાવ સરકારી દવાખાનુ કે જયા હાલ ૩૦૦ - ૩૫૦ જેવા ઓપીડી છે. વાતાવરણમાં ફેરફારથી દર્દીની સંખ્યામાં પણ વધારો જોવા મળે છે. આજુબાજુના નજીકના ગામડાઓમાંથી પણ લોકો અહી સારવાર અર્થે આવે છે. સમય બાબતે લોકોને શ્રેષ્ઠ સહયોગ થાય એ ઉદ્દેશ્યથી ચેમ્બર્સ ઓફ કોમર્સ દ્વારા ઉચ્ચ અધિકારીઓને લેખીત રજૂઆત કરી હતી. જેના સંદર્ભે ઉચ્ચ અધિકારીઓ દવાખાનાનો ફુલ સમય ભરવા પરીપત્ર આપેલ તેમજ દર્દી પરેશાન ન બને તેનો ખ્યાલ ધ્યાને લઇ એક એમ્બ્યુલન્સ સેવા પણ આપેલ સાથે દવાખાનાનો ઓપીડી સમય સવારે ૮ થી ૧૨-૩૦ તેમજ સાંજે ૪ થી ૬ સુધી રહેવા તેમજ તે મુજબ સ્ટાફ ફાળવવો તેમજ વચ્ચેના સમયમાં ઇમરજન્સી સારવાર મળી રહે તેવી કાર્યવાહી કરવા તાકિદ સાથે જણાવેલ હતુ.

(12:11 pm IST)