સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 15th June 2021

ટંકારાના નસીતપર ગામના પાદરમાં જાહેરમાં જુગાર રમતા પાંચ પત્તાપ્રેમીઓ ઝડપાયા

ટંકારાના નસીતપર ગામના પાદરમાં જાહેરમાં જુગાર રમતા પાંચ પત્તાપ્રેમીઓને ટંકારા પોલીસે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

 આ અંગે મળતી માહિતી મુજબ ટંકારાના નસીતપર ગામના પાદરમાં જાહેરમાં જુગાર રમતા ઈબ્રાહીમભાઈ ગુલાબભાઈ ચૌહાણ, તૌફીકભાઈ ઈબ્રાહીમભાઈ ચૌહાણ, ઇલીયાસભાઈ આમદભાઈ સોઢા, સલીમભાઈ આમદભાઈ સોઢા અને હબીબભાઈ મુબારકભાઈ ભટ્ટીને ટંકારા પોલીસે રોકડ રકમ રૂ.૨૩૨૯૦ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

(10:12 pm IST)