સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 15th June 2021

માળિયા બ્રાંચ કેનાલમાંથી ખેડૂતોને બે દિવસમાં પાણી ના મળે અધિકારીઓને જડબાતોડ જવાબ

-પૂર્વ ધારાસભ્ય કાન્તીભાઈ અમૃતિયાએ ખેડૂતોના હિતમાં મોરચો સંભાળ્યો

મોરબી : માળિયાની નર્મદા બ્રાંચ કેનાલમાંથી ખેડૂતોને પુરતું પાણી મળતું ના હોય જેથી આજે પૂર્વ ધારાસભ્ય કાન્તીભાઈ ખેડૂતોની મુલાકાત પહોંચ્યા હતા અને બે દિવસમાં ખેડૂતોને પાણી ના મળે તો કેનાલ પરથી જ તેઓ અધિકારીઓને જડબાતોડ જવાબ આપશે તેમ જણાવ્યું છે

માળિયા તાલુકાના ગામોને સિંચાઈની સુવિધા હોય અને કેનાલ પસાર થતી હોય જેમાં પાણી આપવા સરકારે જાહેરાત કર્યા છતાં કેનાલની સફાઈ ના થઇ હોય અને ખેડૂતોને હજુ સુધી પુરતું પાણી મળ્યું નથી

 આજે પૂર્વ ધારાસભ્ય કાન્તીભાઈ અમૃતિયા માળિયાની મુલાકાતે પહોંચ્યા હતા જ્યાં તેમને ચીમકી ઉચ્ચારતા જણાવ્યું હતું કે ખેડૂતોને ૪૮ કલાકમાં પાણી નહિ મળે તો તંત્ર સામે તેઓ ઉગ્ર આંદોલન કરશે ખેડૂતોના બિયારણ અને ખાતરનો ખર્ચ માથે પડે તેવી સ્થિતિ નિર્માણ પામી છે સિંચાઈ માટે પુરતું પાણી ના મળે તો ખેડૂતોના પાક નિષ્ફળ જશે ખેડૂતો ૧૦ દિવસથી રજૂઆત કરી થાક્યા છે જેથી હવે ખેડૂતોને ૨ દિવસમાં પાણી નહિ મળે તો તેઓ અધિકારીઓને જડબાતોડ જવાબ આપશે તેમ જણાવ્યું હતું

(9:42 pm IST)