સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 15th June 2021

પોરબંદર પંથકના બળેજ ગામે ખનીજ ચોરીના આરોપીની રિમાન્ડ માંગણી રદ કરી જામીન મુક્ત કરતી પોરબંદર કોર્ટ

પોરબંદર : પોરબંદર પંથકના બળેજ ગામે ખનીજ ચોરીના આરોપીની રિમાન્ડ માંગણી રદ કરી જામીન મુક્ત કરતી પોરબંદર કોર્ટ કરેલ છે. બનાવની હકીકત એવી છે કે, ગત ભૂસ્તરશાસ્ત્રીશ્રી ખાણ ખનીજ ખાતુ, પોરબંદરની ટીમ સાથે રાત્રીના ૨:૦૦ વાગ્યે બળેજ ગામે તપાસમાં ગયેલ હતા, અને જયાં બીલ્ડીંગ લાઈમ સ્ટોન ખનીજનું જનરેટર મશીન અને એક ટ્રેકટર જોવા મળેલ,સદર પથ્થર કટીંગ મશીનો, જનરેટર મશીનની મદદથી (૧) નાગાજણ હરદાસભાઈ દાસા તથા (ર)લખમણ હરદાસભાઈ દાસા કોઈપણ જાતની કાયદેસરની લીઝ-પરમીટ વગર ગેરકાયદેસર ખોદકામ કરી રહેવાનું જાણમાં આવતાં આરોપીઓ વિરૂઘ્ધ ધોરણસર કાર્યવાહી કરવા માધવપુર પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવેલી, અને માધવપુર પોલીસ દ્વારા આરોપીઓ સામે આઈ.પી.સી. કલમ-૩૭૯, ૧૮૮, ૧૧૪ તથા જી.પી.એકટની કલમ-૧૩૫ તથા ગુજરાત માઈનસ એન્ડ મીનરલ્સ એકટ-૧૯૫૭ ની કલમ-૪(૧) વિગેરે તથા ગુજરાત મીનરલ્સ નિયમો રૂલ્સ-૨૦૧૭ ના નિયમ-૩ તથા ૧૨ વિગેરેની જોગવાઈઓના ભંગ બદલનો ગુન્હો નોંધવામાં આવેલ અને તે બાદ આરોપીઓને નામ, કોર્ટમાં રજૂ રાખી દિન-૩ ના રીમાન્ડની માંગણી કરતી અરજી કરવામાં આવેલ અને જેમાં પોલીસે એવા કારણો જણાવેલ કે, આ કામની ફરીયાદમાં જણાવેલ મુદ્દામાલ ૪-ચકેડી તથા ૧-જનરેટર તથા એક ટ્રેકટર હોય, પરંતુ સદર મદ્દામાલ લઈ જવા માટે ટ્રેકટરની ટ્રોલીનો કે, અન્ય કોઈ વાહનનો ઉપયોગ કરેલ છે કે કેમ ? તે અંગે તપાસ કરવા સારૂ પોલીસ કસ્ટડીની જરૂરીયાત છે. તેમજ મજકુર આરોપીઓ રીઢા ગૃન્હેગારો હોય, અગાઉ પણ માધવપુર પોલીસ સ્ટેશનમાં ખનીજ ચોરીના ગુન્હામાં પકડાયેલા હોય,

જેથી અન્ય કોઈ ગુન્હામાં સંડોવાયેલા છે કે કેમ ? અથવા અન્ય કોઈ સરકારી જગ્યાએ ગેરકાયદેસર ચકેડી ચલાવે છે કે કેમ ? તે અંગે વધુ તપાસ કરવા સારૂ પોલીસ કસ્ટડીની જરૂરીયાત છે. તથા આ કામની ફરીયાદમાં અન્ય અજાણ્યા ઈસમો આરોપીઓ તરીકે હોવાનું ફરીયાદમાં જણાવેલ હોય, જેથી આ બાબતે આરોપીઓની પુછ-પરછ કરતાં મજકુર આરોપીઓએ અન્ય બે આરોપીઓના નામ પોતાના નિવેદનમાં જણાવેલ છે.

પરંતુ બે આરોપી સિવાય બીજા કોઈ સહ આરોપીઓ છે કે કેમ ? તે અન્વયે તથા આ કામના આરોપીઓએ ગેરકાયદેસર રીતે ખનીજ ચોરીના ગુન્હો કરતાં સમયે ટી.સી. (સબ સ્ટેશન) નો ઉપયોગ કરેલ હોય, જેથી આ બાબતે પુછતાં પોતે રાજકોટ ભંગાર બજાર માંથી ટી.સી.(સબ સ્ટેશન) લાવેલાની કબુલાત આપતાં હોય, પરંતુ ખરેખર રાજકોટ થી જ લાવેલા છે કે કેમ ? અને રાજકોટથી લાવેલા છે તો કોની પાસેથી લાવેલા છે ? તે અંગે વધુ તપાસ કરવા વિગેરે કારણો આગળ ધરી પોલીસ કસ્ટડીની માંગણી સાથે રજૂ કરેલ.

જેમાં આરોપી તરફે વકીલશ્રીએ નામ. કોર્ટ સમક્ષ એવી દલીલો કરેલ કે, સદર આરોપીને અટક કર્યા થી નામ. કોર્ટમાં રજૂ કર્યા સુધીનો સમય ગાળો જોવામાં આવે તો પોલીસને સદર ઈસમની પછ-પરછ કરવા માટેનો પુરતો સમય મળી રહેલ હોય, અને તે દરમ્યાન પોલીસે સદર ઈસમની તમામ બાબતો અન્વયે પુછ-પરછ કરી લેવામાં આવેલ હોવા છતાં માત્ર રેકર્ડ ઉપર પોતાની સારી કામગીરી બતાવવાના હેતુથી જ ખોટી રીતે પોલીસ કસ્ટડીની માંગણી કરેલ હોય, વળી ખરેખર આરોપી તદન નિર્દોષ હોય, કહેવાતો કોઈ ગુન્હો હાલના આરોપીએ આચરેલ ન હોય, વિગેરે વિગતવાર દલીલો કરતાં નામ. કોર્ટે આરોપીની પોલીસ રીમાન્ડની માંગણી કરતી અરજી ફગાવી દીધેલ, અને તે બાદ આરોપી તરફે જામીન મૂકત થવા જામીન અરજી રજૂ રાખતાં આરોપી તરફે એવી દલીલો કરવામાં આવેલ કે, આરોપી સદર કામે તદન નિર્દોષ છે તેમજ આરોપી પોરબંદર જિલ્લાના સ્થાનિક રહીશ છે.

ભૂતકાળમાં કોઈ જ ગુન્હાહિત પ્રર્વતિમાં સંડોવાયેલા ન હોય, અને કહવાતી ખનીજ ચોરી હાલના આરોપીઓએ કરેલ ન હોય,અને પોલીસ દ્વારા આ કામના આરોપીઓ ભૂતકાળમાં અન્ય ખનીજ ચોરીના ગુન્હામાં સંડોવાયેલાનું જણાવેલ હોય, પરંતુ હાલના ગુન્હાની જેમ જ આ કામના આરોપીઓ સામે ભૂતકાળમાં પણ ખોટા ખનીજ ચોરીના ગુન્હાઓ નોંધાયેલા હોય, વિગેરે વિગતવાર હકીકતો નામ. કોર્ટ સમક્ષ રજૂ રાખી આરોપીને જામીન મૂકત કરવાની અરજ ગુજારતાં નામ. કોર્ટે આરોપીઓના વકીલશ્રી તરફથી કરવામાં આવેલ રજૂઆતોને ઘ્યાનમાં લઈ સદર કામે સંડોવાયેલ આરોપીને શરતોને આધિન જામીન મૂકત કરેલ છે.

આ કામે આરોપી તરફે પોરબંદરના વિધ્વાન ધારાશાસ્ત્રી શ્રી જે. પી. ગોહેલ સાહેબની ઓફીસ તરફથી એમ.જી.શીંગરખીયા, એન.જી.જોષી, રાહુલ એમ. શીંગરખીયા, વી.જી.પરમાર, જીગ્નેશ ચાવડા રોકાયેલા હતા.

(8:27 pm IST)