સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 15th June 2021

જુનાગઢનાં ડુંગરપુર ગામે સરપંચનાં પુત્ર પર ત્રણ મહિલા સહિત ૮ શખ્‍સોનો હુમલો

સામાપક્ષે મહિલા વગેરેને પણ માર પડયો

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૧પઃ જુનાગઢનાં ડુંગરપુર ગામે રાત્રે સરપંચનાં પુત્ર પર ત્રણ મહિલા સહિત આઠ શખ્‍સોએ હુમલો કરી ઇજા પહોંચાડી હતી.

આ બનાવની વિગતો એવી છે કે, જુનાગઢ તાલુકાનાં ડુંગરપુર ગામના સરપંચનો પુત્ર સંજય વાઘજીભાઇ દોરીયા (ઉ.વ. ર૬)નાં નાનાભાઇનાં પુત્રએ તેનાં જ ગામનાં સુરેશ દામજીની પુત્રી સાથે ભાગી જઇને પ્રેમલગ્ન કર્યા હોય જેના મનદુઃખથી ગત રાત્રે બબાલ થઇ હતી.

જેમાં કાજલબેન સુરેશ, પાયલબેન હરસુખ, લીલાબેન રામજી, કારીબેન સુરેશ, સુરે દામજી, મનોજ વલ્લભ પાટડીયા, હરસુખ રમેશ અને રોહિત નામનાં શખ્‍સે કુહાડી, લાકડી વગેરે વડે હુમલો કર્યો હતો.

આ હુમલામાં સંજય વાઘજી વગેરેને નાની મોટી ઇજા થતા તમામને જુનાગઢ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્‍યા હતા.

સામા પક્ષે કાજલબેન સુરેશભાઇ અને અન્‍યને નીમુબેન વાઘજી, ધર્મેશ વાઘજી સહિત પાંચ શખ્‍સોએ હુમલો કરી ઢીકાપાટુનો માર માર્યો હતો.

તાલુકા પોલીસે બંને પક્ષની ફરિયાદ લઇ કાર્યવાહી કરી હતી.

(11:45 am IST)