સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 15th June 2021

રાજુલામાં અંબરીશ ડેરનાં આંદોલનને અરવિંદ કેજરીવાલનો ટેકો

‘આપ'ના સુપ્રીમોએ ખબર અંતર પુછયાઃ આજે આઠમાં દિવસે ઉપવાસ આંદોલન યથાવતઃ જમીન પ્રશ્નનો હલ થવાની શકયતા

રાજકોટ તા. ૧પ :.. અમરેલી જીલ્લાનાં રાજુલામાં રેલ્‍વેના પ્રશ્ને રાજુલાના કોંગ્રેસના ધારાસભ્‍ય અંબરીશ ડેરના ઉપવાસ આંદોલનને ‘આપ' ના સુપ્રિમો અરવિંદ કેજરીવાલે ટેકો આપ્‍યો છે.

આ અંગે ધારાસભ્‍ય અંબરીશભાઇ ડેરએ ‘અકિલા' ને જણાવ્‍યુ હતું કે, ગઇકાલે સાંજે ‘આપ' ના સુપ્રિમો અને દિલ્‍હીના મુખ્‍યમંત્રી અરવિંદ કેજરીવાલે મારી સાથે ટેલીફોનીક વાતચીત કરી હતી. અને રાજૂલાનો પ્રશ્ન જાણ્‍યો હતો. અને આમ આદમી પાર્ટી તથા હું તમારી સાથે છૂ તેમ જણાવ્‍યું હતું.

અંબરીશભાઇ ડેરએ વધુમાં જણાવ્‍યુ કે, આજે આઠમાં દિવસે ઉપવાસ આંદોલન, યથાવત છે. અને રેલ્‍વે જમીન પ્રશ્નનો હલ ટૂંક સમયમાં થવાની શકયતા છે.

વિવિધ આગેવાનો દ્વારા ટ્‍વીટરના માધ્‍યમથી પિયુષ ગોયલ અને અમરેલી જીલ્લાના કલેકટરને ટવીટર કરીને પ્રશ્ન હલ કરવા રજુઆત કરેલ છે રાજુલામાં રેલવેની પડતર પડેલ જમીનમા બ્‍યુટીફીકેશન પાર્ક અને રોડ બનાવવા માટે સોપણી નહીં થતાં અને બેરીકેટ લગાવી દેવાતા જમીન સોપણી કરાવવા માટે ધારાસભ્‍યશ્રી અમરીશ ડેર દ્વારા છેલ્લા સાત દિવસથી ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવેલ છે. આજે ઉપવાસ આંદોલનના સાતમા દિવસે ધારાસભ્‍યશ્રી પ્રતાપ દુધાત તેમજ લોક સાહિત્‍યકાર ભોળાભાઈ આહીર અને વિવિધ રાજકીય અને સામાજીક આગેવાનો તેમજ આજુબાજુના ગામના સરપંચો તેમજ રાજુલા શહેરના વેપારીઓ દ્વારા પણ રાજુલા રેલવે જંકશન બર્બટાણા મુકામે ચાલી રહેલા આંદોલન છાવણી મુલાકાત લેવામાં આવેલ છે સૌ આ જમીન અને સમર્થન આપેલ છે અને આગામી દિવસોમાં આંદોલન ઉગ્ર બને તેવી સંભાવના છે.

આ ઉપરાંત ભાજપના અગ્રણી અને પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ અને મોદીજીની નજીક ગણાતા ભરત કાનાબાર દ્વારા પણ ટ્‍વિટરના માધ્‍યમથી રેલ્‍વે મંત્રીશ્રી પિયુષ ગોયલ અને અમરેલી જીલ્લાના કલેકટરને પણ જણાવેલ છે કે રાજુલા રેલવેની જમીન કોઈ કામમાં આવી રહેલ નથી લોકોની સુવિધા વધે તે પ્રમાણે તેનો ઉપયોગ થાય તો રાજુલાના વિકાસના દ્વાર ખુલશે

આ વિસ્‍તારના માજી ધારાસભ્‍યને પણ ટકોર કરેલ છે કે વર્ષોથી રાજુલા જાફરાબાદનું પ્રતિનિધિત્‍વ કરનાર હીરાલાલ સોલંકીને આગેવાની લેવાની અને જનતાની અપેક્ષા પૂર્ણ કરવાનું જણાવેલ છે હીરા સોલંકી એ વીસ વર્ષ સુધી રાજુલા વિસ્‍તારનું પ્રતિનિધિત્‍વ હોવા છતાં કશું કરી શકે નહીં હોવાથી હું આ ઉપરથી ફલિત થાય છે તેમજ આ પ્રશ્ને હીરા સોલંકી અને નારણ કાછડિયા એ હવનમાં હાડકા નાખ્‍યા હોવાનું ઉપવાસ આંદોલન છાવણીની મુલાકાતે આવેલા ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયા દ્વારા પત્રકારો સાથે વાતચીતદરમિયાન જણાવેલ છે.

આ ઉપરાંત ગુજરાત કોંગ્રેસના આગેવાનો ભરતસિંહ સોલંકી શક્‍તિસિંહ ગોહિલ અમિત ચાવડા પરેશ ધાનાણી તેમજ ઇન્‍ડિયન નેશનલ યુથ કોંગ્રેસ દ્વારા દ્વારા પણ ટ્‍વિટરના માધ્‍યમથી પિયુષ ગોયેલ અને વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીને પણ રેલવે પ્રશ્નનો ઉકેલ લાવવા જણાવેલ છે. તેમજ વિવિધ આગેવાનો દ્વારા સમર્થન જાહેર કરેલ છે અને આગામી દિવસોમાં જો આ જમીન પ્રશ્નનો ઉકેલ નહીં આવે તો આંદોલન ઉગ્ર બને તેવી પૂરી સંભાવના છે.  

 

(11:44 am IST)