સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 15th June 2019

સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતમાં સિંચાઇ યોજના વિભાગમાં ફડાકાવાળી : અધિકારીને લાફા ઝીંકી મંડળીના મંત્રીનો દવા પીવાનો પ્રયાસ

ચોટીલાના મેવાસામાં તળાવમાંથી માટી કાઢવાના કામના પૈસા બાબતે બબાલ

વઢવાણ, તા.૧પઃ ચોટીલા તાલુકાના મેવાસામાં તળાવમાંથી માટી કાઢવાનું કામ રામદેવપીર જૂથ મજૂર સહકારી મંડળીએ કર્યુ હતુ. આ કામ પેટે મૂકાયેલા રૂપિયા ૨.૭૯ લાખના બિલ સામે ૪૮ હજાર જેવી નજીવી રકમનો ચેક તૈયાર થતો હતો. આ જોઇને મંડળીના મંત્રીએ ઉશ્કેરાઇ જઇ મદદનીશ ઇજનેરને લાફાવાળી કરી ઝેરી દવા પી આત્મ હત્યાનો પ્રયાસ કરતા દોડધામ મચી હતી. આ બનાવની એ ડીવીઝન પોલીસ મથકે કાર્યપાલક ઇજનેરે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ પોલીસ ચલાવી રહી છે. સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના સિંચાઇ વિભાગ હસ્તકના તળાવોમાં પાણીની સંગ્રહ શકિત વધે તે માટે તેમાંથી માટી કાઢવાનું કામ કોન્ટ્રાકટ હેઠળ અપાયુ હતુ.

જેમાં ચોટીલા તાલુકાના મેવાસા ગામના તળાવમાંથી માટી કાઢવાનું કામ રામદેવપીર જૂથ મજૂર સહકારી મંડળી દ્વારા રખાયુ હતુ. વર્ષ પહેલા રૂપીયા ૧૧ લાખનું અંદાજીત કામ કરાયા બાદ ચારેક માસ પહેલા મંડળી દ્વારા રૂપિયા ૨.૭૯ લાખનું બિલ મૂકાયુ હતુ. અનેકવાર ધક્કા ખાવા છતાં બિલ પાસ ન થતા શુક્રવારે બપોરે જિલ્લા પંચાયત આવેલા મંડળીના મંત્રી ભીખાભાઇ રબારીએ પોતાના બિલની સામે રૂપિયા ૪૮ હજારની નજીવી રકમનો ચેક પાસ થતો જોયો હતો. આથી ઉશ્કેરાયેલા ભીખાભાઇએ મદદનીશ ઇજનેર આર.વી.કોન્ટ્રાકટર સાથે બોલાચાલી કરી, ગાળો આપી બે લાફા ઝીંકી દીધા હતા. જયારે પોતાની પાસે રહેલી ઝેરી દવાની શીશી પી આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. આથી સિંચાઇ વિભાગના અન્ય કર્મચારીઓએ એકત્ર થઇ પોલીસને ફોન કરી ભીખાભાઇને આવુ કરતા રોકયા હતા. આ બનાવની એ ડીવીઝન પોલીસ મથકે સિંચાઇ વિભાગના કાર્યપાલક ઇજનેર નીતીન મકવાણાએ સરકારી કર્મચારીની ફરજમાં રૂકાવટની ફરિયાદ નોંધાવી છે.

હળવદ નાની સિંચાઇ કૌભાંડ બાદ સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના સિંચાઇ વિભાગ હસ્તકના કામોમાં રાજકોટથી કવોલિટી કંટ્રોલની ટીમે તપાસ હાથ ધરી હતી. ખરેખર કેટલુ કામ થયુ છે તેની તપાસ કરી ચેક આપવાનો આદેશ થયો હતો. ઉપરાંત કામની ૨૫ ટકા રકમ બાકી રાખવાની પણ સુચના અપાઇ હતી.

સિંચાઇ વિભાગના મદદનીશ ઇજનેર આર.વી.કોન્ટ્રાકટરે ચેક પાસ કરાવવા માટે પૈસા માગ્યા હતા. ના પાડતા મારૂ પેમેન્ટ અટકયુ હતુ. જો મને ન્યાય નહી મળે તો આવુ પગલુ બીજી વાર ભરનાર છુ. તેમ ભીખાભાઇ રબારી, મંડળીના મંત્રીએ કહ્યું છે.

સુરેન્દ્રનગર જિલ્લા માં સિંચાઈ વિભાગ દ્યણા સમય થી અત્યંત ચર્ચા માં રહો છે. સિંચાઈ નહીં પરંતુ તમામ શાખા ઓ માં કામ કાજ ના બિલ આપ્યા બાદ કયારે પાસ થાય તેનું કોઈ ફિકસ સમય હોતો નથી.કોન્ટ્રાકટર પાસે કામ કરાવ્યા બાદ બિલ ચુકવણી માં નબળાઇ કરતી હોવાની રાવ ઉઠી છે.

સિંચાય વિભાગ ખૂબ લાંબા સમય થિ ચર્ચા માં રહ્યું છે. ત્યારે ગઈપંચાયત માં આવેલ સિંચાઈ વિભાગ માં સિંચાઈ વિભાગ ના આસિસ્ટન્ટ સાથે કોન્ટ્રાકટર ને બબાલ થઈ હતી.અને આ બબાલ સિંચાય વિભાગ ના બિલ બબાલ માં બદ્યડાટિ બોલી હતી.

ત્યારે સામ સામે સિંચાઈ વિભાગ ના બન્ને અધિકારીઓ દ્વારા સુરેન્દ્રનગર એ ડિવિઝન ખાતે સામ સામેઙ્ગ ફરિયાદ નોંધાવવા માં આવી હતી.ત્યારે સિંચાઈ વિભાગ ના ગોટાળા ના કારણે અને સિંચાઈ ના ભસ્ટ્રચાર માં ધ્રાંગધ્રા ના ચાલુ ૃર્શ્રી આગાવ જેલ માં પણજઈ આવ્યા છે.ત્યારે સિંચાય વિભાગ માં મોટા પાયે ભસ્તાચાર થતો હોવા ની ચર્ચા એ જિલ્લા માં જોર પકડીયું છે.ત્યારે આજે ફરી સિંચાઈ વિભાગઙ્ગ ચર્ચાઙ્ગ આવ્યો છે.

મળતી માહિતી પ્રમાણે સુરેન્દ્રનગરમાં જિલ્લા પંચાયતમાં આવેલા સિંચાઇ વિભાગમાં આસિસ્ટન્ટને મુખ્ય ઇજનેરની હાજરીમાં જ કોન્ટ્રાકટરે થપ્પડ ચોડી દીધી છે. જેના કારણે વિભાગમાં ફફડા ફેલાયો હતો. સિંચાઇ વિભાગના આસિસ્ટન્ટ સાથે કોન્ટ્રાકટર સાથે બિલ બાબતે બોલાચાલી થઇ હતી. ત્યારબાદ બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. અને મુખ્ય ઇજનેરની હાજરીમાં જ કોન્ટ્રાકટરે હિસાબી આસિસ્ટન્ટને થપ્પડ મારી દીધી હતી. સિંચાઇ વિભાગમાં ભારોભાર ભ્રષ્ટાચાર થવાની અનેક વાર ફરિયાદ ઉઠી હતી.

થપ્પડ ફટકારવાની દ્યટના પોલીસ સ્ટેશને પહોંચી હતી. સિંચાયઇ વિભાગના કર્મીઓ સાથે કોન્ટ્રાકટર પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. ઉલ્લેખનીય છે કે,૨૦૧૭માં વિધાનસભાની ચુંટણી યોજાઇ હતી ત્યારે ધ્રાંગધ્રા વિધાનસભાની બેઠક ઉપરથી કોંગ્રેસના પરશોતમભાઇ સાબરીયાની જીત થઇ હતી. પરંતુ થોડા મહિનાઓ પહેલા હળવદમાં બહાર આવેલા સીંચાઇ કૈાભાંડમાં સાબરીયાનું નામ ખુલતા તેમને જેલની હવા ખાવી પડી હતી.

(1:06 pm IST)