સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 15th June 2019

૪ દિવસ પછી કચ્છ આવે તો ''વાયુ'' વાવાઝોડુ સામાન્ય બની જાય

કંડલા પોર્ટનાં સિગ્નલ સુપ્રિન્ટેન્ડેડ અપૂર્વભાઇ જાડેજાનો ઓડિયો કિલપમાં માહિતી

રાજકોટ તા. ૧પઃ ''વાયુ'' વાવાઝોડુ પાછુ વળીને કચ્છ તરફ આવશે તેવી ચેતવણી આપી છે ત્યારે કચ્છના કંડલા પોર્ટના સિગ્નલ સુપ્રિન્ટેન્ડેડ શ્રી અપૂર્વભાઇ જાડેજાએ ઓડિયો કલીપમાં માહિતી આપી છે. અપૂર્વભાઇ જાડેજાએ જણાવ્યું છે કે, વાયુ વાવાઝોડું ધીમી સ્પીડથી આગળ વધે છે અને પરત ફરશે તેવું જાણવા મળ્યું છે. ત્યારે આ વાવાઝોડુ ૪ દિવસ પછી એટલે કે તા. ૧૭ કે ૧૮નાં રોજ કચ્છ આવશે ત્યારે તેની સ્પીડ ખૂબજ ઘટી ગઇ હશે અને સામાન્ય થઇ ગયું હશે. અપૂર્વભાઇ જાડેજાએ વધુમાં જણાવ્યું છે કે આ માહિતીમાં ભાષાંતર કરનારની કોઇ ભુલ હોય તેવું લાગે છે કારણ કે ભુવિજ્ઞાન વિભાગના સચિવ શ્રી રાજીવે ''૪૮ કલાક પછી'' વાવાઝોડુ પરત ફરશે તેમ કહ્યું છે પરંતુ તે શબ્દ જ ગુમ થઇ ગયો હોય તેવું લાગી રહ્યું છે.

(11:37 am IST)