સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 15th June 2019

ઉના પાસે ચાલીને આવતી શંકાસ્પદ ર૦ મહિલાઓને ચેક કરતા ૪૪ હજારનો ઇંગ્લીશ દારૂ મળ્યો

ઉના, તા. ૧પ : પોલીસે દીવ તરફથી પગપાળા ચાલીને આવતી ર૦ મહિલાઓને રોકાવી તપાસતા વિદેશી દારૂની ૮૯૭ બોટલ રૂ.૪૪ હજાર ૮પ૦ સાથે પકડી પાડી ધરપકડ કરી હતી.

ઉના પોલીસ ઇન્સ્પેકટર ડી.ડી. ગોહીલની સુચનાથી ઉના પંથકમાં વિદેશી દારૂની ઘુણખોરી રોકવા ઉનાના જમાદાર આશિષકુમાર દિલીપકુમાર ધાંધલ તથા મહિલા પોલીસની મદદથી એહમદપુર માંડવી દરિયાકાંઠે મેજીકો હોટલ પાછળ દરિયાકાંઠે રીતીમાં મહિલાઓનું ટોળુ માથે થેલા ઉંચકી આવતી હોય તેને રોકાવતા (૧) શાન્તુબેન ભીખાભાઇ રે. જાખરવાડા (ર) દર્શનાબેન નારણભાઇ (૩) લક્ષ્મીબેન વરજાંગભાઇ (૪) સવીબેન મનોજભાઇ (પ) ભાવુબેન બાબુભાઇ (૬) કાજલબેન અરવિંદભાઇ (૭) સોનીબેન રાજુભાઇ (૮) મોંઘીબેન અરવિંદભાઇ (૯) ભારતીબેન જીણાભાઇ (૧૦) માલુબેન અરજણભાઇ (૧૧) મનીષાબેન પ્રવિણભાઇ (૧ર) રતનબેન ભીખાભાઇ (૧૩) ગીતાબેન સુરેશભાઇ (૧૪) મંજુબેન વિજુભાઇ (૧પ) લક્ષ્મીબેન ઉર્ફે લછુબેન રે. નાંદણ તથા ખાખરવાડાની કુલ ર૦ મહિલાઓ પાસેથી વિદેશી દારૂ જુમટેંગો લેનના દમણ બનાવટની કુલ ૮૯૭ બોટલ રૂ. ૪૪ હજાર ૮પ૦ના મુદામાલ સાથે પકડી પાડી ઉના પોલીસ સ્ટેશને લાવી ગુનો દાખલ કરી ધરપકડ કરી હતી. પોલીસ સ્ટેશન મહિલાઓથી ભરાઇ ગયું હતું.

(11:33 am IST)