સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 15th June 2019

ઉના તાલુકામાં ભારે પવનથી કેરી પાકને નુકસાન : વળતર ચૂકવવા ખેડૂતોની માંગણી

ઉના, તા. ૧પ : તાલુકામાં ભારે વરસાદ તથા વાવાઝોડાના પવનથી આંબા .પરથી કેસર કેરીઓ પડી જતાં નુકસાનીનું વળતર ચૂકવવા રજૂઆત કરાઇ છે.

માર્કેટીંગ યાર્ડના પ્રમુખ લાખાભાઇ ઝાલાએ ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ લેખીતમાં રજૂ કરી છે કે ઉના-ગીરગઢડા તાલુકામાં હજારો એકરમાં કેસર કેરીના આંબાના વૃક્ષો આવેલ છે. તાજેતરમાં ભારે વરસાદઅને પવન ફુંકાતા આંબા ઉપર રહેલ પ૦ ટકા જેવી કેસર કેરી ખરી જતા ખેડૂતોને કરોડો રૂપિયાનું નુકસાન ગયું હોય સર્વે કરાવી ખેડૂતોએ નુકસાનીનું વળતર ચૂકવવા માંગણી કરી છે. બાગયતી પાક કેસર કેરીને પાક વિમા હેઠળ આવતા વરસથી આવરી લેવા માંગણી કરી છે.

(11:32 am IST)