લિંચમાં મામાને ઘરે ગયેલી ખેરવાની સગીરા અને અપહરણ કરનાર યુવકને રાજકોટથી ઝડપી લીધા
લીંચમાં મામાના ઘરે ગયેલી ૧૫ વર્ષની કિશોરીનું અપહરણ કરી જનારા સુરજ ગામના યુવકને તાલુકા પોલીસે રાજકોટથી ઝડપી સગીરાને તેના પરિવારને સોંપાઇ હતી
જોટાણાના સુરજ ગામનો પીનાજી રાજાજી ઠાકોર ખેરવાની ૧૫ વર્ષની કિશોરી સાથે એકતરફી પ્રેમ થઇ ગયો હતો તાજેતરમાં વેકેશનમા મામાના ઘરે લીંચ ગામે કિશોરી ગઇ હોવાની જાણ થતાં પીનાજી ઠાકોર ગામે પહોંચી અપહરણ કરી ગયો હતો.
આ અંગે કિશોરીના પિતાએ ફરિયાદ નોંધાવી હતી. દરમિયાન કિશોરીને રાજકોટમાં એક મકાનમાં ગોંધી રખાઇ હોવાની બાતમી મળતાં તાલુકા પીઆઇ જયદિપભાઇ બારોટની સૂચનાથી એક ટીમ રાજકોટ પહોંચી કિશોરીને મુક્ત કરાવી હતી.તાલુકા પોલીસ મથકમાં લવાયેલી કિશોરી એએસઆઇ નાગજીભાઇની સમજાવટથી પિતા સાથે જવા તૈયારી બતાવી હતી. જ્યારે યુવકને લાંઘણજ પોલીસને સોંપ્યો હતો.