સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 15th May 2021

ચોટીલાના જૈન યુવાનની ભાજપમાં મંત્રી તરીકે વરણી

ચોટીલા તા.૧૫ : સુરેન્દ્રનગર જીલ્લાના ચોટીલાના યુવા જૈન અગ્રણી અને ખૂબ જ નાની ઉમરમાં જ રાજકીય, સામાજીક ક્ષેત્રે બહોળી નામના મેળવનાર જય શાહની પ્રદેશ યુવા ભાજપમાં મંત્રી તરીકે વરણી થઇ છે.

તેઓ ગુજરાત રાજય યુવા બોર્ડ સુરેન્દ્રનગર જીલ્લા સહ સંયોજક ચોટીલા પાંજરાપોળની ટ્રસ્ટી સૌરાષ્ટ્ર યુનિ. કલ્ચરલ બોર્ડ મેમ્બર સહિત અન્ય સામાજીક સંસ્થાઓ સાથે જોડાયેલા છે. પ્રદેશ યુવા ભાજપમાં મંત્રી તરીકે વરણી થતા ભાજપ અગ્રણીઓ સામાજીક સંગઠનો દ્વારા શુભેચ્છા વર્ષા થઇ રહી છે.

(11:40 am IST)