સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 15th May 2020

દ્વારકા જિલ્લામાથી 1400 શ્રમિકોની વતન વાપસી માટે નીકળી શ્રમિક ટ્રેન

દ્વારકા જિલ્લો  કે જે ઉદ્યોગોનો જિલ્લો ગણાય જેમાં ટાટા,એસ્સાર જેવી વીશાળ કંપની સહિત અનેક નાની મોટી કંપનીઓ આવેલ છે અને જેમાં લાખોની સંખ્યામાં પર પ્રાંતીય શ્રમિકો કામ માટે આવતા હોઇ છે ત્યારે હાલ સમગ્ર દેશમાં કોરોનાની મહામારી એ કહેર વરસાવી છે ત્યારે શ્રમિકોને પોતાના વતન માં પરત જવા વતન વાપસી અભિયાન અંતર્ગત શ્રમિક ટ્રેન ચલાવવામાં આવી રહી છે જે પેકી દ્વારકા જીલામાંથી પ્રથમ શ્રમિક ટ્રેન યુપી જવા માટે દ્વારકા થી રવાના થઇ હતી જેમાં 1400 શ્રમિકો પોતાના વતનજવા રવાના થયા હતા ત્યારે આ ટ્રેન ને હરિ જંડી  જિલ્લાના સાંસદ પૂનમ માડમે  દેખાડી હતી તો આ તકે શ્રમિકો ને ભોજન તેમજ પાણી માટેની વ્યવસ્થા સ્થાનિક ધારાસભ્ય પબુભા માણેક થતા ટાટા કંપનીએ કરી હતી.

(9:25 pm IST)