સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 15th May 2019

વઢવાણના આંબાવાડી વિસ્તારમાં ગંદા-ગંધાતા પાણીથી રોગચાળો વકર્યો

૧પ૦૦ ની વસ્તી ધરાવતા મધ્યમ વર્ગીય લોકોના ઘરમાં બાળકો-વડલો બિમાર રહે છે : ચોમાસાની જેમ ગટરના પાણી આખો દિવસ વહયા કરે છે : વઢવાણના દૂધની ડેરીના પ્લાન્ટમાંથી આ દુર્ગંધ યુકત પાણીછોડાતું હોવાની રહીસોની ફરિયાદ : જીલ્લા આરોગ્યતંત્ર તાકીદે આંબાવાડી વિસ્તારની પાણી નિકાલની વ્યવસ્થા કરે તેવી વ્યાપક માંગણી

વઢવાણ તા. ૧પ :.. વઢવાણ પાસે આંબાવાડી વિસ્તાર આવેલો છે. જયાં મધ્યમ અને પછાત વર્ગના લોકોનો ૧પ૦૦ ની વસ્તી ધરાવતા આ વિસ્તારના ફળાયા - ઘરોને અડીને નદી જેમ જ ગટરના  ગંદા પાણીનો વસવાટ છેલ્લા એક વર્ષથી વહી રહ્યા છે.

આ રીતના ગટરના ગંદાપાણી જયારે વઢવાણ નગરપાલિકાના સત્તાધીશો અને વઢવાણના ધારાસભ્ય સહિતનાઓ માટે આખો દિવસ અથવા તો એકરાત્રી ફરજીયાત વસવાટ કરી સમસ્યા જાણવી જોઇએ તેવી લોકલાગણી પ્રવર્તી રહી છે.

ગુજરાતની ભાજપ સરકાર સ્વચ્છતા - શૌચાલય-યુરીનલ-લાઇટ પાણી ગટર જેવી સુવિધા આપવા માટે લાખો-કરોડોનો ધુમાડો કરી રહી છે. ત્યારે વઢવાણના તંત્ર દ્વારા જ સરકારના નાણાનો સદઉપયોગ કરી વિકાસ કામોમાં જરૂર પડે ત્યાં ખર્ચ કરાતો નથી.

સુરેન્દ્રનગર જિલ્લાના આરોગ્ય વિભાગમાં માંદગી અને કયાં વિસ્તારમાં રોગચાળો વકર્યો હોવાનું તપાસ કરી પુછપરછ કરવામાં આવતા પછાત વિસ્તાર અનેક સમસ્યા ઓછી અતિ ઘેરાયેલા આ વિસ્તારના અસંખ્ય દર્દીઓ જોવા મળ્યા હતાં.

આ એક જ વિસ્તારમાં અનેક લોકો જયારે માંદગીના શિકાર બન્યા બાદ વઢવાણ ના આંબાવાડી વિસ્તારની મુલાકાત લેવામાં આવી જયારે આ વિસ્તારમાં પગ પણ ન મુકાય એવી સ્થિતી પરિસ્થિતી વચ્ચે લોકો પોતાનું યાતના ભર્યુ જીવન વિતાવતા હોવાનું નજરે જોવા મળ્યું હતું.

આ વિસ્તારમાં વસતા મોટાભાગના લોકો મજૂર પરિવારના છે અને મજુરી કરી રોજે રોજનું રળીને ગુજરાન ચલાવતા હોય એવા પરિવારજનો આ વિસ્તારમાં વસવાટ કરી રહ્યા છે. જયારે મહિલાઓ ખાસ કરીને સમસ્યા અંગે જણાવી રહેલ હતા કે અમો રોજે રોજનું લાવી ખાઇએ છીએ જયારે અમારા બાળકો અમારા માતા-પિતા બિમાર પડે છે ત્યારે અમારી પાસે દવાના પણ નાણા હોતા નથી.

દિવસો પસાર કરી રહ્યા છીએ જયારે આ યાતના અંગે અમારે શું કરવું તેવુ જણાવી રહ્યા હતાં.

આંબાવાડીમાં દૂધની ડેરીના પ્લાંટનું છોડાતું દુર્ગંધયુકત પાણી આવે છે

પત્રકારો સમક્ષ શારદાબેને હૈયાવરાળ ઠાલવીઃ પ્રશ્ન ઉકેલવા માંગ

વઢવાણ તા. ૧પ :.. વઢવાણના આંબાવાડી વિસ્તાર નર્કાગાર સ્થિતિમાં ફેરવાયો છે ચોમાસાની માફક ગટરોના ગંદા પાણી આ વિસ્તારમા વહી રહ્યા છે. ઘરે ઘરે માંદગીમાં લોકો હાલમાં સપડાયા છે દવા લાવવી સારવાર કરાવવા માટેના નાણા આ પરીવારજનોની પાસે ન હોવાનું મુલાકાતમાં જણાવી રહ્યા છે.

જયારે શારદાબેન નામના મહિલા દ્વારા પુછપરછ કરવામાં આવતા આ મહિલા જણાવેલ હકિકતમાં સામેના ભાગમાં દૂધની ડેરી અને એનાપ્લાન્ટ આવેલા છે જેમાંથી આખો દિવસ આખી રાત પાણી દુર્ગંધયુકત છોડવામાં આવે છે અને આપણી આ નિચાણવાળો વિસ્તાર હોવાના કારણે પાણીનો  નિકાલ થતો નથી સામાન્ય પાણી રહે છે. પરંતુ આખો દિવસ ચોમાસની જેમ જ પાણી કાઢતા, ઘાસ દૂધનું આ પાણી દુર્ગંધયુકત હોય છે. આરોગ્ય ઉપર ખતરો અને મોટી સમસ્યા સર્જાયેલ હોવાનું મહિલા શારદાબેને જણાવેલ હતું.  મોટી પાઇપ લાઇન નાખી નિકાલ કરવો પડે તો જ સમસ્યા અને માંદગીનો અંત આવે તેવું જણાવેલ હતું.

(11:29 am IST)