સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 15th May 2019

ઓખામાં ચાર વર્ષ પહેલા ઘરમાંથી ચોરી થયેલા સોનાના દાગીનાની ફરીયાદ નોંધાવાઇ

ખંભાળીયા તા.૧૫: ઓખાના બર્માસેલ કવાર્ટરની પાછળ મફતીયા પરામાં રહેતા અને વ્યવસાયે નોકરી કરતા સુશીલકુમાર જલેશ્વર પ્રસાદ મહંતોએ ઓખા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવેલ છે. કે આજથી ચારેક વર્ષ પહેલા તા.૨૭-૫-૨૦૧૫ થી ૧૭-૭-૨૦૧૫ના સમયગાળામાં પોતાના વતનમાં લગ્ન પ્રસંગે ગયેલ હોય તે સમયે ઘર બંધ હોવાથી કોઇ અજાણ્યા ઇસમો દ્વારા રાત્રીના સમયે ઘરની બારીની ગ્રીલ તોડી અંદર પ્રવેશી લાકડાના પટારો ચાવીથી ખોલી અંદર રાખેલા સોનાના દાગીના માથાના ટીકો, સોનાની જુમર જોડી, કાનમા પહે રવાની બાલી, શિવ ડિઝાઇનનું સોનાનું પેન્ડલ, અન્ય એક નાનું સાનાનું પેન્ડલ મળી કુલ રૃા.૩૧,૬૨૫ના દાગીના ચોરી કરી ગયાનું ફરીયાદમાં નોધાવેલ છે. જો કે ચોરી બાદ ફરીયાદી પોતાની રીતે તપાસ કરતા હોય એમ છતાં ચોરી કર્યા અંગેની સગળ ન મળતા અંતે ચાર વર્ષ બાદ પોલીસ ફરીયાદ નોંધવામાં આવી છે.

(11:25 am IST)