સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 15th May 2019

જામજોધપુરમાં સીંગતેલની દુકાનમાં હાથફેરો કરતા તસ્કરો

જામનગર તા. ૧૫  : અહીં જામજોધપુર પોલીસ સ્ટેશનમાં જીતેન્દ્રભાઈ જમનાદાસભાઈ ત્રાંબળીયા એ ફરીયાદ નોંધાવી છે કે, ૧૪–પ–૧૯ ના ગીંગણી રોડ જી.ઈ.બી. કવાર્ટર્સની સામે વિજય ટ્રેડર્સ નામની દુકાનમાં સીંગતેલની દુકાનમાં અજાણ્યો ચોર ઈસમ ખુલ્લી દુકાનમાં પ્રવેશ કરી ટેબલના ખાનામાં રાખેલ રોકડા રૂપિયા ૭૦,૦૦૦ની ચોરી કરી લઈ જઈ ગુનો કરેલ છે.

જુની અદાવતનો ખાર રાખી મારમાર્યા સામસામી રાવ

જામજોધપુર પોલીસ સ્ટેશનમાં ભાવીનભાઈ પ્રફુલભાઈ ડાભી એ ફરીયાદ નોંધાવી છે કે, ગીંગણી ગામે ફરીયાદી ભાવિનભાઈએ ભાવેશ સવજીના કાકા બાલાને દારૂ પીધેલ હાલતમાં પોલીસમાં પકડાવેલ હોય જે વાતનું મનદુઃખ રાખી આરોપી જેન્તી કડવા ડાભી, કારા સવજી ડાભી, ભાવેશ સવજી ડાભી, મનજી જેન્તી ડાભી, રે. ગીંગણી ગામવાળા એ ફરીયાદી ભાવિનભાઈને તથા સાહેદ પ્રફુલભાઈ ને લાકડી વડે મારમારી મુંઢ ઈજા કરી જેમ ફાવે તેમ ગાળો આપી ફરીયાદી ભાવીનભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપી એકબીજાને મદદગારી કરી જાહેરનામાનો ભંગ કરી ગુનો કરેલ છે.

જામજોધપુર પોલીસ સ્ટેશનમાં ભાવેશ સવજીભાઈ ડાભી એ ફરીયાદ નોંધાવી છે કે, ગીંગણી ગામે ફરીયાદી ભાવેશભાઈના કાકા એ પ્રફુલા માધા ડાભી, ભાવિન પ્રફુલ ડાભી, સંજય માધા ડાભી, માધા છગન ડાભી રે. બધા ગીંગણી ગામવાળા દારૂ પીધેલ હાલતમાં પકડાવેલ હોય ત્યાર બાદ આરોપીઓએ વધારે ખાર રાખી આ કામના ફરીયાદી ભાવેશ ને આરોપી પ્રફુલા માધાએ લોખંડના પાઈપ વડે માથાના ભાગે ઈજા કરી લોહી લોહાણ કરી તથા આરોપી ભાવિન પ્રફુલ, સંજય માધા, માધા છગન એ ફરીયાદી ભાવેશને લાકડી વડે મારમારી મુંઢ ઈજા કરી જેમ ફાવે તેમ ગાળો આપી ફરીયાદી ભાવીનભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપી જાહેરનામાનો ભંગ કરી ગુનો કરેલ છે.

(11:22 am IST)