સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 15th May 2018

કોટડાસાંગાણીના રામોદમા કાયદાના ઉડતા લીરલીરા દારુડિયાઓના આતંકથી ગ્રામજનો ત્રાહિમામ

કોટડાસાંગાણી, તા.૧પઃ આમ આપણા ગુજરાતને ગાંધી ના ગુજરાત ની ઉપમા આપવામા આવી છે.તો બીજી તરફ દારુ નુ વધતી જતી બદિ ને રોકવા સરકારે પણ કાયદાઓ કડક કર્યા છે પરંતુ

કોટડાસાંગાણી ના રામોદ મા દારુડિયાઓ ને જાણે કાયદાનો કોઈ ડર ન રહ્યો તેમ લાગી રહ્યુ છે આવારા તત્વો દ્વારા બસ સ્ટેન્ડ પાસે અવારનવાર દારુ ઢિંચીને ધમાલ મચાવવા મા આવે છે રોડ પર થી પસાર થતા લોકો ને વીના કારણે અપશબ્દો બોલવામા આવે છે અને જાણે આ દારુડિયાઓ દારુ પીને કોઈ મોટા ગુંડાઓ હોય તેમ મહીલા ઓની શાબ્દિક છેડતી કરતા પણ ગભરાતા નથી ત્યારે બે દિવસ અગાઉ એક દારુડિયાએ હાથ મો ધોકો લઈનેઙ્ગ રામોદ ના બસ સ્ટેન્ડ વીસ્તાર ને બાન લેવામા આવ્યુ હતુ એક કલાક થી વધુ સમય કાયદાનો ડર રાખ્યા વીના હાથ મા ધોકો લઈને ધમાલ મચાવી હતી સાથે જ રોડ પરથી પસાર થતા વાહનચાલકો અનેઙ્ગ વટે માર્ગુઓને બેફામ અપશબ્દો પણ બોલ્યા હતા અત્રે ઉલ્લેખનીય છે કે રામોદ મા દેશી દારૂ ના અનેક હાટડા ઓ બે રોકટોક રીતે ચાલી રહ્યા છે જે ને કારણે દારુડિયાઓ ને સહેલાઈથી દારુ મળી રહે છે જેથી કરીને આવા અસામાજિક તત્વો દારુ પીને નિર્દોષ જનતા અને રોડ પર થી પસાર થતા વાહનચાલકો ને અપશબ્દો બોલી રહ્યા છે ત્યારે રામોદ ની જનતા આવા અસામાજિક તત્વો થી અને ખુલે આમ ચાલી રહેલા દેશી દારૂના હાટડા થી કોટડાસાંગાણી પોલીસ મુકિત અપાવે તેવુ ગ્રામ જનો ઈચ્છી રહ્યા છે

(11:57 am IST)