News of Tuesday, 15th May 2018
હળવદમાં ખનીજ ચોરી-ટ્રક ઝડપાયો
હળવદ : ખાણ-ખનીજ વિભાગ દ્વારા ખનીજ ચોરી રોકવા માટે ગેરકાયદેસર ખનીજ પરિવહન કરતા વાહનોને ઝડપી લેવામાં આવે છે જેમાં આજે ખાણ-ખનીજ વિભાગ દ્વારા હળવદના ઘનશ્યામપુર ગામેથી ટ્રક ઝડપી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. હળવદ તાલુકામાં પેટ્રોલીંગમાં હોય દરમિયાન ઘનશ્યામપુર ગામેથી ટ્રક જીજે-૧૩-જી-૮૦ર૩ ચાલક ગીરધનભાઇ રવજીભાઇ નાયક રહે. શાંતિનગર, હળવદ અને તે ટ્રક નવઘણભાઇ ધ્રાંગધ્રાનું નામ ખુલતા ટ્રક સાથે ૮ લાખનો મુદામાલ જપ્ત કરી હતી.
(11:52 am IST)