સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 15th April 2021

પોરબંદરમાં કોરોનાના નવા ૮ કેસ : કોરોનાની સારવારમાં ૩ દર્દીઓ સાજા થતા હોસ્પિટલમાંથી રજા અપાઈ

પોરબંદર : કોરોનાના આજે ૫૬૩ દર્દીઓના ટેસ્ટ કરવામાં આવ્યા હતા જેમાં ૮ વ્યક્તિના કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યા હતા. આ કોરોનાના ૮ કેસ બોખીરા, મિલપરા, જ્યૂબેલી વિસ્તારમાંથી આવ્યા છે કોરોનાની સારવારમાં ૩ દર્દીઓ સાજા થતા હોસ્પિટલમાંથી રજા અપાઈ છે.

(8:18 pm IST)